હુઝૂર ﷺ નું મૃત્યુના સમયે પોતાની ઉમ્મતને યાદ કરવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ કિસ્સો પણ હદીષના નામે ખૂબ જ પ્રચલિત છે કે જ્યારે રસુલુલ્લાહ ﷺ નો અલ્લાહ તઆલાની મુલાકાતનો સમય નજદીક આવ્યો ત્યારે રસુલુલ્લાહ ﷺ ને સકરાતની તકલીફ વધવા માંડી. તો રસુલુલ્લાહ ﷺ એ હઝરત ઈઝરાઈલؑ ને પુછ્યું કે હે ઈઝરાઈલ ! મારી ઉમ્મતને પણ મૃત્યુ વખતે આવી જ તકલીફ થશે ? તો ઈઝરાઈલؑ કહ્યું કે આનાથી પણ વધારે તકલીફ પડશે. આ સાંભળી રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે... તમે મારી ઉમ્મતને મૃત્યુ વખતે થનારી બધી જ તકલીફ મને આપી દ્યો. મારી ઉમ્મતને તકલીફ આપશો નહીં.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત હદીષના નામે કિસ્સો ઘણી શોધ કર્યા પછી પણ તેની સનદ કોઈ કિતાબમાં ન મળી. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આવી કોઈ વાતને રસુલુલ્લાહ ﷺ તરફ સંબોધવું જાઈઝ નથી.
     કેમ કે રસુલુલ્લાહ ﷺ તરફ એવી જ વાત સંબોધવી જાઈઝ લેખાશે જે ભરોસાપાત્ર સનદથી સાબિત હોય. તે માટે ઉપરોક્ત કિસ્સાને બયાન કરવો દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૫૫]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)