“ તુ મારી કબરમાં સૂવા નહીં આવે ” સેક્યુલર પ્રતિબિંબ ધરાવતું વાક્ય

Ml Fayyaz Patel
1
   ઘણી વખત જોવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ખરાબ કામથી રોકવામાં આવે છે તો તે આ વાક્ય બોલતો નજર આવે છે કે “ તારે મારી કબરમાં સૂવા નથી આવવાનું ” અથવા આને મળતા વાક્યો દ્વારા જવાબ આપવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   યાદ રહે કે અલ્લાહ તઆલા તરફથી કુર્આન અને હદીષના રૂપમાં જે શરિયતના આપણને પાબંદ બનાવવામાં આવ્યા છે તેમાં એક વસ્તુ “ અમ્ર બિલ્ માઅરૂફ ” (સારા કામો તરફ આમંત્રિત કરવા) અને “ નહ્ય અનિ'લ્ મુન્કર ” (બુરાઈથી રોકવા) ના પણ પાબંદ બનાવવામાં આવ્યા છે. બલ્કે આ જવાબદારી છોડવા પર કુર્આન અને હદીષમાં સખત સજાઓ પણ સંભળાવવામાં આવી છે.
   આનાથી સ્પષ્ટ થાય છે કે સમાજમાં કંઈ ખોટું થાય તો તેને રોકવું દરેક મુસલમાન માટે અત્યંત જરૂરી છે. આવા સમયે કોઈ વ્યક્તિનું આવું કહેવું કે તુ તારૂ કર, તારે મારી કબરમાં સૂવા નથી આવવાનું આ ઈસ્લામી સોચ નહીં, બલ્કે સેક્યુલર અને લિબરલ વિચારધારા ધરાવતી સોચનું પ્રતિબિંબ છે.
  લકેમ કે સેક્યુલર અને લિબરલ વિચારધારા સંપૂર્ણ સ્વતંત્રતા (freedom) પર આધારિત વિચારનું નામ છે. તો કોઈ વ્યક્તિનું આ રીતનો જવાબ આપવો કે “ તુ મારી કબરમાં સૂવા નહીં આવે ” જાણે પોતાના મામલામાં તે પોતાને સંપૂર્ણ સ્વતંત્ર હોવાનો સંકેત આપે છે. અને આ ઈસ્લામે આપેલ અમ્ર બિલ્ માઅરૂફ અને નહ્ય અનિ'લ્ મુન્કરના કોન્સેપ્ટ ને બિલકુલ વિરુદ્ધ છે.
   સારાંશ કે ભલે કોઈ અન્યની કબરમાં સુવા નહીં જાય, પરંતુ કયામતના દિવસે અન્યને સંબંધિત સવાલ જરૂર પૂછવામાં આવશે કે પોતાની તાકાત મુજબ તેને રોક્યો કેમ નહીં..?
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

1Comments

  1. માશા અલ્લાહ, અલ્લાહ ત‌આલા આપણને સાચી સમજ આપે.

    ReplyDelete
Post a Comment