મૃત્યુ પામનારનું ૭ દિવસ સુધી પોતાના ઘરમાં આગ જોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0

   આ વાત પણ હદીષના નામે ખૂબ જ પ્રચલિત છે કે મૃત્યુ પામનાર ૭ દિવસ સુધી પોતાના ઘરમાં આગ જોવે છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત જે હદીષના નામે પ્રચલિત છે તે મનઘડત છે. ઈમામ અહમદ રહ, ઈમામ સખાવી રહ, ઈમામ સુયુતી રહ, મુલ્લા અલી કારી રહ. વગેરે મોટા મોટા મુહદ્દીષીને આ હદીષને મનઘડત બતાવી છે.
قال أحمد رحمه الله تعالى : باطل لا اصل له، وهو بدعة. (الدرر المنتثرة)
قال المنوفي رحمه الله تعالى : ” كلام مظلم، و واضعه مجرم، قبح الله من وضعه ولا برد مضجعه ‘‘
    તે માટે આ વાતને બયાન કરવી તેમજ તે વાતનો અકીદો રાખવો જાઈઝ નથી.
[ઉમ્દતુ'લ્ અકાવિલ ફિ' તહકીકી'લ્ અબાતીલ / સફા : ૨૪૩]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)