ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વારંવાર એક પોસ્ટ પરિભ્રમણ કરતાં જોવા મળી રહી છે કે કાબાનો તવાફ બંધ થવાથી દુનિયા ખતમ થઈ જશે, ફલાણા વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું છે કે કાબાનો તવાફ ન થવા પર પૃથ્વીનું પરિભ્રમણ બંધ થઈ જશે, દુનિયા નો દારોમદાર કાબાના તવાફ પર છે વગેરે... તો આની વાસ્તવિકતા શું છે...? ચાલો જાણીએ.
શુદ્ધિકરણ :-
આ વિષે સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે હદીષમાં આ વાતનો ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં જોવા મળે છે કે હજ કરવાનું બંધ થઈ જવું કયામતની નિશાની ઓ પૈકી એક નિશાની છે જેમ કે બુખારી શરીફની હદીષ નંબર ૧૫૯૩ માં છે કે :
قال النَّبِيُّ ﷺ : لَا تَقُومُ السَّاعَةُ حَتَّى لَا يُحَجَّ الْبَيْتُ۔
રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી હજ બંધ નહીં થાય.
ઉપરોક્ત હદીષ જાણ્યા બાદ હવે આ વાત સારી રીતે જાણી લેવી જોઈએ કે કયામતની નિશાની માત્ર આ જ નથી કે હજ બંધ થઈ જાય બલ્કે તેની સાથે સાથે બીજી કેટલીય મોટી મોટી નિશાનીઓ નો હદીષમાં ઉલ્લેખ મળે છે તેનું પણ જાહેર થવું જરૂરી છે, જેમ કે ઈમામ મહેદીનું જાહેર થવું, દજ્જાલ અને યાજુજ માજુજ નું નીકળવું વગેરે, તો માત્ર તવાફ અથવા હજ બંધ થવાને દુનિયાના વિનાશ ની નિશાની અને સબબ સમજવો બીજી હદીષોની રોશનીમાં ગલત છે.
એવી જ રીતે જો આપણે ઐતિહાસિક રીતે જોવા જઈએ તો પણ આ વાત ( કાબા શરીફનો તવાફ બંધ થવાથી દુનિયા રોકાઈ જશે ) બિલકુલ ગલત સાબિત થાય છે, કેમ કે ભુતકાળમાં ૪૦ વખત કાબાનો તવાફ રોકવામાં આવ્યો છે, જો એવું જ હોત તો કયામત ઘણા સમય પહેલા આવી ગઈ હોત.
તે માટે એવું સમજવું કે માત્ર કાબા શરીફનો તવાફ અથવા હજ બંધ થઈ જવાથી દુનિયા ખતમ થઈ જશે બિલકુલ ખોટું છે.
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59