આજકાલ ધર્મ બાબત કોઈ પણ વસ્તુને ઘણું જલ્દી બિન તાર્કિક હોવું બતાવી દેવામાં આવે છે. જ્યારે કે કઈ વસ્તુને તાર્કિક અથવા બિન તાર્કિક કહી શકાય તેનું પૂરતું જ્ઞાન પણ નથી હોતું.
સ્પષ્ટીકરણ :
તાર્કિક વસ્તુ ત્રણ પ્રકારની હોય છે. એટલે કે જે પણ વસ્તુ તાર્કિક હશે તે ત્રણ પ્રકાર પૈકી કોઈ એક પ્રકારની હશે.
(૧) જરૂરી (Necessary) :- જેનો વજૂદ દલીલ મારફતે એવી રીતે સાબિત હોય કે તેનું ન હોવું વિરોધાભાસ ને સાબિત કરે.
દા.ત. સૂરજનો વજૂદ એ રીતે સાબિત છે કે જો તેને માનવામાં ન આવે તો આ હિસાબે દિવસે પણ રાતની જેમ અંધકાર હોવો જોઈએ પરંતુ દિવસે પ્રકાશ હોય છે. આ વિરોધાભાસ ને લીધે સૂરજનો વજૂદ માનવો જરૂરી છે.
(૨) અશક્ય (Impossible) :- જેનો વજૂદ ન હોવો દલીલ મારફતે એવી રીતે સાબિત હોય કે તેના હોવાની કલ્પના વિરોધાભાસ ને સાબિત કરે.
દા.ત. એક વસ્તુનું એક જ સમયમાં મોજૂદ પણ હોવું અને ન પણ હોવું, આ વસ્તુ અશક્ય છે. કેમ કે જો મોજૂદ માનવામાં આવે તો પછી મોજૂદ ન માનવામાં અથવા મોજૂદ ન માનવામાં આવે તો મોજૂદ માનવામાં વિરોધાભાસ સાબિત થાય છે.
(૩) શક્ય (possible) :- તે જે કોઈ વસ્તુના વજૂદ હોવા, અને ન હોવા બન્નેને સ્વીકારે. એટલે કે તેને મોજૂદ માનવામાં પણ કોઈ વિરોધાભાસ સાબિત ન થાય, અને તેને મોજૂદ ન માનવામાં પણ કોઈ વિરોધાભાસ સાબિત ન થાય.
હવેે આના સંદર્ભમાં તાર્કિક અને બિન તાર્કિક કોને કહેવાય તે જોઈએ.
● જરૂરીનેે જરૂરી સમજવું : તાર્કિક કહેવાય છે.
● અશક્ય ને અશક્ય સમજવું : તાર્કિક કહેવાય છે.
● શક્ય ને શક્ય સમજવું : તાર્કિક કહેવાય છે.
● જરૂરી ને અશક્ય તથા શક્ય સમજવું : બિન તાર્કિક કહેવાય છે.
● અશક્ય ને જરૂરી તથા શક્ય સમજવું : બિન તાર્કિક કહેવાય છે.
● શક્ય ને જરૂરી તથા અશક્ય સમજવું : બિન તાર્કિક કહેવાય છે.
નોંધ :- તાર્કિક અને બિન તાર્કિક ની સમજૂતી પરિભાષિત શબ્દોના પ્રયોગના બદલે સામાન્ય શબ્દોમાં, સામાન્ય સમજૂતી હેઠળ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59