લોકોમાં બિલાડીના રડવા વિષે પણ ઘણી માન્યતાઓ પ્રચલિત છે. જે નિમ્ન લિખિત છે.
● જે ઘરમાં બિલાડી રડે છે તે ઘરમાં કોઈ આફત અથવા બૂરી ખબર આવે છે.
● બિલાડીનું રડવું અપશુકનનું પ્રતિક છે.
● બિલાડીનું રાત્રે રડવું આજુબાજુના રહીશો તેમજ મહોલ્લામાં રહેતા લોકોમાં થી કોઈકનું મૃત્યુ થવાનું પ્રતિક છે.
● ઘરની છત પર રડવું ઘરમાં બિમાર વ્યક્તિના મોતનું પ્રતિક છે.
● કાળી બિલાડીનું રસ્તો કાપવો જે કામ માટે જઈ રહ્યા છે તેનું પૂરૂ ન થવાનું અથવા નુકસાન થવાનું પ્રતિક છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત બિલાડી વિષે જેટલી પણ માન્યતાઓ છે તે બધી જ બેબુનિયાદ અને મનઘડત છે. બલ્કે કોઈ પણ વસ્તુ પ્રત્યે આ રીતે અપશુકન જાઈઝ નથી. હદીષમાં આવે છે કે :
عَنْ أَبِي هُرَيْرَةَؓ مرفوعا : لَا عَدْوَى وَلَا طِيَرَةَ وَالْعَيْنُ حَقٌّ۔
(السلسلة الصحيحة : ١١٣٩)
તર્જુમો :- હઝરત અબૂ હુરૈરહ્ રદી. બયાન કરે છે કે એક રોગનું બીજાને લાગવાની કોઈ હકીકત નથી, અપશુકન જાઈઝ નથી અને નજર લાગવી હક ( સાચું ) છે.
તે માટે આવી ખોટી માન્યતાઓ થી પોતાના અકાઈદ પાક સાફ રાખવા જોઈએ.
[એક ગલત સોચ]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59