એક મહિલાનું રસુલુલ્લાહ ﷺ પર કચરો નાખવાવાળા કિસ્સાની તહકીક

Ml Fayyaz Patel
0

   આ કિસ્સો પણ ઘણો પ્રચલિત છે કે એક ઔરત દરરોજ રસુલુલ્લાહﷺ પર કચરો નાખતી હતી અને રસ્તામાં કાટાં પણ પાથરતી હતી.

     એક વખતની વાત છે કે જ્યારે રસુલુલ્લાહﷺ તે રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે આજે કાટાં પાથરેલા નથી અને તે ઔરતે કચરો પણ ન નાખ્યો. રસુલુલ્લાહﷺ ને ઘણું આશ્ચર્ય થયું. પૂછપરછ કરવાથી ખબર પડી કે તે બિમાર છે. તો રસુલુલ્લાહ ﷺ પોતે તેમની ખબર લેવા તે ઔરતના ઘરે ગયા. આ જોઈ તે ઔરત અચંબામાં પડી ગઈ અને તેને ઘણી નવાઈ લાગી. છેવટે તે ઔરત ઈમાન લઈ આવી. 

 શુદ્ધિકરણ :-

     ઘણી શોધ કર્યા પછી પણ આ કિસ્સો હદીષની માન્ય કિતાબોમાં ન મળ્યો.

     તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ. કેમકે રસુલુલ્લાહﷺનું ફરમાન છે કે :

" માણસના જુઠા હોવા માટે માત્ર આ જ વાત કાફી છે કે તે દરેક સાંભળેલી વાતો(તહકીક વગર) આગળ નક્લ કરે "

(મુકદ્દમએ મુસ્લિમ શરીફ)

એવી જ રીતે એક બીજુ ફરમાન આ પણ છે કે :

“ જે વ્યક્તિ જાણી જોઈને મારા તરફથી કોઈ જુઠી વાત કહેશે તો તેણે જહન્નમમાં પોતાની જગ્યા બનાવી લેવી જોઈએ ”

[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝા / પેજ ૩૯૯]

--------------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)