શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત કે ખાધા પછી મીઠી વસ્તુ ખાવી સુન્નત છે દુરુસ્ત નથી. કારણ કે હદીષ અને ફિક્હની કિતાબોમાં આ વિષે કોઈ ઉલ્લેખ નથી.
હાં..! રસુલુલ્લાહ ﷺ ના આખા જીવન ચરિત્રમાં માત્ર એક વખત ખાધા પછી ખજૂર ખાવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ એનો મતલબ આ નથી કે તેને સુન્નત કહી દેવામાં આવે.
حَدَّثَنَا عُبَيْدُ اللَّهِ بْنُ عِكْرَاشٍ، عَنْ أَبِيهِ عِكْرَاشِ بْنِ ذُؤَيْبٍ قَالَ : بَعَثَنِي بَنُو مُرَّةَ بْنِ عُبَيْدٍ بِصَدَقَاتِ أَمْوَالِهِمْ إِلَى رَسُولِ اللَّهِ ﷺ .....(الاختصار ) ..... ثُمَّ أُتِينَا بِطَبَقٍ فِيهِ أَلْوَانُ الرُّطَبِ أَوْ مِنْ أَلْوَانِ الرُّطَبِ عُبَيْدُ اللَّه شَكَّ قَالَ: فَجَعَلْتُ آكُلُ مِنْ بَيْنِ يَدَيَّ.
( الترمذي : ١٨٤)
હાં રસુલુલ્લાહﷺ મીઠી વસ્તુ ખાવાની પસંદ ફરમાવતા હતા. મતલબ જ્યારે પણ મળી જાય શોખથી ખાતા હતા. તેમા કોઈ પણ વખત કે સમય નક્કી અને નિશ્ચિત હોવા વગર.
عَنْ عَائِشَةَ قَالَتْ : كَانَ النَّبِيُّ ﷺ يُحِبُّ الْحَلْوَاءَ وَالْعَسَلَ ۔
( الترمذي / رقم الحديث : ۳۶۷۹ )
તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ મધ અને મીઠી વસ્તુ ખાવાની પસંદ ફરમાવતા હતા.
તે માટે મીઠી વસ્તુ કોઈ પણ વખતને નક્કી સમજ્યા વગર આ નિય્યતથી ખાવી કે રસુલુલ્લાહ ﷺ શોખથી ખાતા હતા ઈન્શા અલ્લાહ સુન્નતનો ષવાબ મળી જશે. પરંતુ તેને કોઇ એક વખત સાથે ખાસ કરી કહેવું કે ખાધા પછી ખાવું સુન્નત છે દુરુસ્ત નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૪ / ૨૨૯]
----------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59