એક યહૂદિ ઘરડી સ્ત્રીનો ભાડો રસુલુલ્લાહ ﷺ ના ઉચકવા વિષે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0

     આ કીસ્સો પણ લોકોમાં ઘણો પ્રચલિત છે કે એક દિવસ મક્કામાં એક યહૂદિ ઘરડી ઔરત એક ભાડો લઈને જઈ રહ્યા હતા. આ જોઈ રસુલુલ્લાહેﷺ તેમની પાસે થી ભાડો લઈ એમના ઘરે પહોંચાડી દીધો. જયારે રસુલુલ્લાહﷺ ત્યાંથી જવા લાગ્યા તો તે યહુદી ઔરતે ભલામણ કરતા કહ્યું કે બેટા મક્કામાં મુહમ્મદ નામનો એક માણસ લોકોને પોતાના બાપ-દાદાના દીનથી હટાવી એક નવા દીન તરફ બોલાવી રહ્યો છે તે માટે તુ તેનાથી સાવચેત રહેજે. 

     આ સાંભળી રસુલુલ્લાહﷺ એ કહ્યું કે માજી તે માણસ હું પોતે જ છું આ સાંભળી તે ઔરત આશ્ચર્યચકિત થઈ ગઈ અને રસુલુલ્લાહﷺ ના આવા અખ્લાક થી પ્રભાવિત થઈ ઈમાન લઈ આવ્યા. 

શુદ્ધિકરણ :-

     અદ્'દુરરૂ'સ સુન્નીય્યહ્ નામી મક્તબહ એ આ કીસ્સાને મનઘડત અને બેબુનિયાદ બતાવ્યો છે.

     આ કીસ્સાનું મનઘડત હોવાનું એક કારણ આ પણ છે કે આ કીસ્સો મક્કાનો છે અને એમાં યહુદી ઔરતનું વર્ણન છે જ્યારે કે મક્કામાં કોઈ પણ યહુદી રહેતુ ન હતું બધા યહુદી તો મદીનામાં રહેતા હતા. રસપ્રદ વાત તો આ છે કે આ કીસ્સો લોકોમાં એટલો પ્રચલિત છે કે આ કીસ્સા પર કોઈએ નઅત (નજમ) પણ બનાવી દીધી છે.

★ આવા મનઘડત અને બનાવટી કીસ્સાઓ તથા હદીષોથી સાવચેત રહેવું ઘણું જરૂરી છે. કેમ કે આવા મનઘડત કીસ્સાઓ અને હદીષો બયાન કરવામાં રસુલુલ્લાહﷺ ની તરફ નિસ્બત થાય છે જ્યારે કે રસુલુલ્લાહﷺ ની તરફ જુઠી નિસ્બત કરવાના બારામાં સહીહ હદીષોમાં ઘણી સખ્ત ધમકીઓનું વર્ણન છે. અહીંયા સુધી કે એવા વ્યક્તિ ને જહન્નમમાં પોતાનું ઠેકાણું બનાવી લેવાનું કહ્યું છે.

اَللّٰهُمَّ احْفَظْنَا مِنْهَا

------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)