દીનના ફાયદા માટે મનઘડત વાત બયાન કરવા વિષે

Ml Fayyaz Patel
0
     અમુક લોકો બેધડક મનઘડત હદીષો બયાન કરતા હોય છે. એવું સમજીને કે ભલે મનઘડત છે પરંતુ તેનાથી દીનને ફાયદો થાય છે. દા.ત. નમાઝ વગેરેના ફઝાઈલ અથવા વઈદો (ધમકીઓ)
શુદ્ધિકરણ :-
     આ વાત સારી રીતે યાદ રાખવી જોઈએ કે દીનના ફાયદા માટે એવી જ વાતો બયાન કરવી જોઈએ જે કુર્આન અથવા હદીષથી સાબિત હોય. નહીંતર ના જાઈઝ અને ઘણા સખત ગુનાહને પાત્ર કૃત્ય લેખાશે.
★ મનઘડત વાતો દીનના ફાયદા માટે બયાન કરવામાં બે ખરાબી છે :-
(૧) રસુલુલ્લાહ ﷺ નું ફરમાન છે :
قَالَ رَسُولُ اللهِ ﷺ : فَمَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ۔
જે વ્યક્તિ જાણી જોઈને મારા તરફથી કોઈ જુઠી વાત કહેશે તો તેણે જહન્નમમાં પોતાની જગ્યા બનાવી લેવી જોઈએ.
(૨) સાબિત વાતોનો સહારો છોડી મનઘડત વાત બયાન કરવી દીનને અધુરો સમજવાને પાત્ર છે. કે દીનમાં હજુ એવી વાતો નથી જેનાથી દીનને ફાયદો થાય. તે જ માટે તો મનઘડત વાતોનો સહારો લેવામાં આવે છે. જ્યારે કે આ બિલકુલ કુર્આન અને હદીષની વિરુદ્ધ વાત છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે.
اَلۡیَوۡمَ اَکۡمَلۡتُ لَکُمۡ دِیۡنَکُمۡ وَ اَتۡمَمۡتُ عَلَیۡکُمۡ نِعۡمَتِیۡ وَ رَضِیۡتُ لَکُمُ الۡاِسۡلَامَ دِیۡنًا
(سورۃ المائدہ)
[મનઘડત રીવાયાત કા તઆકૂબ : ૪૨]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)