ડાબા હાથની આંગળીઓ વડે તસ્બીહ પઢવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે તસ્બીહ માત્ર જમણા હાથની આંગળીઓ થી પઢવી જાઈઝ છે. ડાબા હાથની આંગળીઓથી તસ્બીહ પઢવી જાઈઝ નથી.
શુદ્ધિકરણ :-
આ વાત પણ બેબુનિયાદ છે કેમકે ડાબા હાથની આંગળીઓથી પણ તસ્બીહ પઢવી જાઈઝ છે. અને જમણા હાથની આંગળીઓથી પઢવી મસ્નુન (સુન્નત) છે. કેમકે હદીષમાં આવે છે કે:
عن عبداللّٰه بن عمرو قال : رأيت رسول اللّٰه ﷺ يعقد التسبيح وقال ابن قدامة " بيمينه "
 سنن أبي داود، كتاب الصلاة : ٢١٠
તર્જુમો : - અબ્દુલ્લાહ ઈબ્ને અમ્રؓ કહે છે કે મેં એક વખત રસુલુલ્લાહ ﷺ ને તસ્બીહ પઢતા જોયા. ઈબ્ને કુદામાએ જમણો હાથ હોવાનું બયાન કર્યું છે.
     તે માટે જમણા હાથની આંગળીઓથી તસ્બીહ પઢવી મસ્નુન અને ડાબા હાથની આંગળીઓથી જાઈઝ છે.
[અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ ૯ / ૭૯]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)