વરસાદમાં વહીને આવેલી વસ્તુના ઉપયોગ વિષે

Ml Fayyaz Patel
0
     ચોમાસામાં જ્યારે પણ વધારે વરસાદના કારણે પૂર આવે છે ત્યારે તેમાં ઘણી બધી જીવન જરૂરીયાતમાં કામ આવતી વસ્તુઓ વહીને આવે છે. અને લોકો તેને પોતાના માટે જાઈઝ અને હલાલ સમજી ઉપયોગમાં લઈ લે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વસ્તુનો ઉપયોગ જાઈઝ નથી. બલ્કે તેના માલિકની શોધખોળ કરી તે વસ્તુ તેના સુધી પહોંચાડવી જરૂરી છે. અને માલિક લાપતા હોય તો તેનો કોઈ ગરીબને સદ્કહ કરવો. અને જો પોતે ગરીબ હોય તો પોતાના માટે તેનો ઉપયોગ જાઈઝ છે.
     સદ્કહ કર્યા પછી અસલ માલિક આવી જાય અને તે વસ્તુ માંગે તો પોતાના ખિસ્સામાંથી તે વસ્તુની કિંમત ચુકવવાની રહેશે. અને તે સદ્કહનો સવાબ તેને મળી જશે.
નોંધ :- ઉપરોક્ત વહીને આવેલ વસ્તુને શરીયતની પરિભાષામાં " લુક્તહ્ " કહેવામાં આવે છે.
[મુહક્કક વ મુદલ્લલ જદીદ મસાઈલ : ૨ / ૬૦૮]
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)