અમુક લોકોમાં આ વાત પણ ખુબ જ પ્રચલિત છે કે અસર પછી ખાવા ખાવું દુરુસ્ત નથી. કેમ કે જે વ્યક્તિને અસર પછી ખાવાની આદત હોય છે તેને મરણ વખતે અસરનો જ વખત દેખાય છે. અને તે વખતે શયતાન તેની પાસે પેશાબનો પ્યાલો લઈને આવે છે. અને જેમકે તેને ખાવાની આદત હોવાના કારણે તે વ્યક્તિ મરણ વખતે તે પ્યાલો પણ પી જાય છે.
શુદ્ધિકરણ :-
આ વાત બિલકુલ બેબુનિયાદ અને મનઘડત છે. શરિયતમાં અસર પછી ખાવાની કોઈ મનાઈ નથી.
આ વાત લોકોમાં પ્રચલિત આ રીતે થઈ કે અસર પછીનો વખત અલ્લાહ તઆલાના નેક બંદાઓ માટે અલ્લાહનો ઝીક્ર કરવા માટે હોય છે. તેઓ અસરથી મગરીબ સુધી ઝીક્રમાં મગન હોય છે. તે માટે તેઓ ઝીક્રને છોડીને કોઈ કામકાજ, ખાવા વગેરે કરતા નથી.
જેનાથી લોકો એવું સમજી બેઠા કે અસર પછી ખાવા ખાવું દુરુસ્ત નથી. અને હાથો હાથ એક કિસ્સો પણ ઘડી કાઢ્યો.
[મનઘડત રીવાયાત કા તઆકૂબ : ૧૫૪]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59