મસ્જીદમાં દુન્યવી વાતો કરવા પર વઈદ હોવા વિષે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
     લોકોમાં અમુક વાતો હદીષના નામે મસ્જીદમાં દુન્યવી વાતો કરવા પર વઈદ હોવા વિષે પ્રચલિત છે જે નિમ્ન લિખિત છે.
☞ ૧ ) જ્યારે કોઈ બંદો મસ્જીદમાં વાતો કરે છે તો ફરીશ્તા કહે છે કે હે અલ્લાહ ના બંદા ચૂપ થઈ જા, તો પણ વાતોમાં લાગેલો રહે છે તો ફરીશ્તા કહે છે કે હે અલ્લાહને ગુસ્સો અપાવનાર ચૂપ થઈ જા, તો પણ તે વાતોમાં લાગેલો રહે છે તો ફરીશ્તા કહે છે કે તારા પર અલ્લાહની લાનત વરસે ચૂપ થઈ જા.
☞ ૨ ) મસ્જીદમાં વાતો કરવાથી ૪૦ દિવસ અથવા ૪૦ વર્ષના આમાલ બરબાદ થઈ જાય છે.
☞ ૩ ) મસ્જીદમાં વાતો કરવી નેકીઓને એવી રીતે બરબાદ કરે છે જેવી રીતે જાનવર ઘાસને ખાય છે. અથવા આગ લાકડીઓ ને ખાય છે.
શુદ્ધિકરણ :-
     પહેલી હદીષને અમુક ઉલમાએ મનઘડત અને બેબુનિયાદ બતાવી છે. જ્યારે કે અમુક ઉલમાએ આમ લખ્યું છે કે આ હદીષની સનદ ઘણી તલાશ કર્યા પછી પણ અમને ન મળી. તે માટે જ્યાં સુધી તેની સહીહ સનદ ન મળે ત્યાં સુધી તેને બયાન કરવી દુરુસ્ત નથી.
☞ બીજા નંબરની વાતને પણ હઝરાતે મુહદ્દીષીને મનઘડત, બેબુનિયાદ બતાવી છે. તે માટે તેને પણ બયાન કરવી જાઈઝ નથી.
☞ અને ત્રીજા નંબરની વાતને પણ હઝરાતે મુહદ્દીષીને મનઘડત, બેબુનિયાદ બતાવી છે. તે માટે તેને પણ બયાન કરવી જાઈઝ નથી.
નોંધ :- પરંતુ એનો મતલબ એમ પણ નથી કે મસ્જીદમાં દુન્યવી વાતો કરવી જાઈઝ છે, બલ્કે મસ્જીદનો અદબ તેની જગ્યાએ છે એટલે કે દુન્યવી વાતો કરવી દુરુસ્ત નથી.
[ઑનલાઇન ફતાવા જામીઆ બિન્નોરી ટાઉન]
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્]
[ઉમ્દતુ'લ્ અકાવીલ ફી તહકીકી'લ્ અબાતીલ]
-------------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)