લોકોમાં કરોળિયા વિષે અમુક વાતો ખૂબ જ પ્રચલિત છે જે નીચે પ્રમાણે છે.
➻ કરોળિયો જે ઘરમાં હોય છે તે ઘરમાં ગરીબી આવે છે.
➻ કરોડીયો ઘરમાં હોવાથી ઘરોમાં મુસીબતો આવે છે.
➻ ઘરોમાં કરોડીયાનું ઘર હોવું અપશુકન ને પાત્ર પણ સમજવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાતો અંધશ્રદ્ધાને પાત્ર વાતો છે. બેશક ઈસ્લામ સફાઈને પસંદ કરે છે અને સફાઈનો હૂકમ પણ આપે છે તે માટે પોતાને અથવા પોતાના ઘરોને પાક સાફ રાખવા જોઈએ.
પરંતુ ઉપરોક્ત બતાવ્યા મુજબ કોઈ અંધશ્રદ્ધા અથવા ગલત અકીદાને કારણે સફાઈ કરવી દુરુસ્ત નથી, હાં સફાઈ એટલા માટે કરવાની છે કે ઈસ્લામ આ વિષે સફાઈ નો આદેશ આપે છે.
તે માટે કરોળિયા વિષે ઉપરોક્ત શ્રધ્ધા રાખવી જાઈઝ નથી.
[તન્બિહાત : નં. ૧૭૬]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59