અમુક લોકો એવું સમજે છે કે નિમ્ન આયત પઢવાથી અથવા સાંભળવાથી દુરૂદ શરીફ પઢવું વાજીબ થાય છે. અને તે આયત આ છે.
اِنَّ اللّٰهَ وَ مَلٰٓئِکَتَهٗ یُصَلُّوۡنَ عَلَی النَّبِیِّ ؕ یٰۤاَیُّهَا الَّذِیۡنَ اٰمَنُوۡا صَلُّوۡا عَلَیۡهِ وَ سَلِّمُوۡا تَسۡلِیۡمًا ﴿۵۶﴾
(سورة الاحزاب : پارہ / ۲۲)
તર્જુમો :- બેશક અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તા નબી ﷺ દુરૂદ શરીફ મોકલે છે, હે ઈમાનવાળા તમે પણ નબી ﷺ પર સલાતો સલામ પઢો.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત આયતને લીધે જીંદગીમાં એકવાર નબી ﷺ પર દુરૂદ શરીફ પઢવું વાજીબ અને જરૂરી છે. અને જ્યારે પણ રસુલુલ્લાહ ﷺ નું નામ મુબારક સાંભળવામાં આવે ત્યારે દુરૂદ શરીફ પઢવું વાજીબ અને જરૂરી છે. અને જો કોઈ મજલીસમાં વારંવાર સાંભળવામાં આવે તો પણ એક જ વાર પઢવું વાજીબ છે.
📖 رد المحتار ١٠ / ٥١٨
" ثم قال: فتكون فرضاً في العمر، وواجباً كلما ذكر على الصحيح ".
પરંતુ ઉપરોક્ત આયતને જ્યારે પણ સાંભળવામાં આવે ત્યારે અથવા પઢવામાં આવે ત્યારે તેને સાંભળવાથી કે પઢવાથી દુરૂદ શરીફ પઢવું જરૂરી કે વાજીબ નથી. હાં પઢી લેવું અફઝલ છે પરંતુ વાજીબ નથી.
📖 الفتاوى الهندية : ٥ / ٣١٦
"ولو قرأ القرآن فمر على اسم النبي ﷺ وآله وأصحابه فقراءة القرآن على تأليفه ونظمه أفضل من الصلاة على النبي صلى الله عليه وآله وأصحابه في ذلك الوقت، فإن فرغ ففعل فهو أفضل، وإن لم يفعل فلا شيء عليه، كذا في الملتقط"
તે માટે એવું સમજવું કે ઉપરોક્ત આયત સાંભળવાથી દુરૂદ શરીફ પઢવું વાજીબ છે દુરુસ્ત નથી, બલ્કે પઢી લેવું અફઝલ છે.
[ઑનલાઇન ફતાવા જામિઆ બિન્નોરી ટાઉન]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59