જ્યારથી લોકોમાં પ્રચલિત બેબુનિયાદ અને મનઘડત હદીષો વિષે લોકોને જણાવવાનું કામ શરૂ કર્યું છે કે આ હદીષ નથી તેને બયાન કરવી દુરુસ્ત નથી ત્યારથી ઘણા લોકો તરફથી લગાતાર એક સવાલ આવી રહ્યો છે જે નીચે પ્રમાણે છે.
સવાલ :- ફુલાણી હદીષ તો ફુલાણા બુઝુર્ગેؒ પણ બયાન કરી છે, ફુલાણા આલીમની કિતાબમાં પણ લખેલી છે તો શું તેઓ જુઠા છે...? શું તેઓને ખબર ન હતી...? શું તેઓએ જુઠી વાતો ફેલાવી છે...?
જવાબ :- ઉપરોક્ત સવાલના જવાબ વિષે હઝરત હકિમુ'લ્ ઉમ્મત મૌલાના અશરફ અલી થાનવીؒ નો નીચે આપેલ લેખ કાફી અને પૂરતો છે વાત સમજવા માટે.
➤ હઝરત હકિમુ'લ્ ઉમ્મત મૌલાના અશરફ અલી થાનવીؒ ફરમાવે છે કે :
જ્યાં સુધી મુહદ્દીષીનؒ ના નજદીક કોઈ હદીષ સાબિત ન હોય દરેક કિતાબોમાં શબ્દ " હદીષ " લખેલું જોઈને તે વાતને હદીષ હોવાનું યકીન ન કરી લેવું જોઈએ. જો સારા ગુમાનના ગલબાને લીધે આ વાતનો કોઈ શક ન રહે કે હદીષ બયાન કરનાર ગલત હદીષ બયાન કરી રહ્યો છે તો આ વાત તો માફીના લાયક છે. આ જ કારણે અમુક બુઝુર્ગોؒના બયાનોમાં અને કિતાબોમાં અમુક મનઘડત અને બેબુનિયાદ હદીષો દાખલ થઈ ગઈ.પરંતુ આલીમો તરફથી જાણ કર્યા પછી પણ તે મનઘડત હદીષોને બયાન કરવાની જીદ્દ પર અડેલું રહેવું જેવી રીતે કે આજકાલ ના જાહીલોની આદત છે તો આ વાત માફીના લાયક નથી. (ઈસ્લાહુ'લ્ અગ્લાત વ'લ્ અખલાત : ૧૦, ૩૨)
☞ તે માટે જ્યારે ખબર પડી જાય કે આ હદીષ સાબિત નથી તો પછી તેને બયાન કરવામાં ખૂબ જ સાવચેત રહેવું જોઈએ.
[મુસ્તફાદ : હઝરત હકિમુ'લ્ ઉમ્મતؒ કા મનઘડત રીવાયાત પર તઆકુબ : ૫૨]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59