આજકાલ આ રીવાજ ખૂબ જ વધી રહ્યો છે કે જનાઝા ઉપર એવી ચાદર ઓઢાડવામાં આવે છે જે કુર્આનની આયત અને કલિમ-એ તય્યિબહ્ વગેરે પર આધારિત હોય છે. અને તે લખાયેલી આયતોને વગર વુઝૂએ પકડવામાં પણ આવે છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલી વાત તો આ છે કે ઉલમાએ કુર્આનની આયત પર આધારિત ચાદરનો જનાઝા પર ઉપયોગ કરવાની મનાઈ કરી છે, કેમ કે એવી ચાદર જનાઝા પર ઓઢાડવી કુર્આનની આયતની બેઅદબી અને આયતના માન - સન્માનના વિરુદ્ધ છે.
📖 مَا فِيْ رَدِّ الْمُخْتَارِ : ۱ / ۴۷ :- نَقَلَ ابْنُ عَابِدِينَ عَن «الْفَتْحِ» أَنَّهُ تُكْرَهُ كِتَابَةُ الْقُرْآنِ وَأَسْمَاءِ اللهِ تَعَالَى عَلَى الدَّرَاهِمِ وَالْمَحَارِيبِ وَالْجُدْرَانِ وَمَا يُفْرَشُ، وَمَا ذَاكَ إلَّا لِاحْتِرَامِهِ، وَخَشْيَةِ وَطْئِهِ وَنَحْوِهِ مِمَّا فِيهِ إهَانَةٌ، فَالْمَنْعُ هُنَا بِالْأَوْلَى مَا لَمْ يَثْبُتْ عَنِ الْمُجْتَهِدِ أَوْ يُنْقَلْ فِيهِ حَدِيثٌ ثَابِتٌ، فَتَأَمَّلْ.
فقط والله تعالى أعلم.
(احسن الفتاویٰ، باب الجنائز : 4/ 230)
એવી જ રીતે ચાદર પર લખાયેલી આયતોને વગર વુઝૂએ સ્પર્શ કરવી અને પકડવી જાઈઝ નથી, અને ઘણી વાર આ વાતનો ખ્યાલ રાખવામાં પણ આવતો નથી.
📖 مَا فِيْ الْقُرْآنِ :- لَّا یَمَسُّہٗۤ (الْقُرْآنَ) اِلَّا الۡمُطَہَّرُوۡنَ ﴿ؕ۷۹﴾ (سورة الواقعة : الجزء / ٢٧)
☞ તર્જુમો :- કુર્આનને (આયતોને) પાકી (વુઝૂ) ની હાલતમાં જ સ્પર્શ કરવામાં આવે.
✪ ફાયદો :- આવી ચાદરો જનાઝા પર ઓઢાડવામાં મય્યિતને કંઈ જ ફાયદો થતો નથી, બલ્કે બેઅદબી નો ખતરો વધારે છે.
તે માટે આવી ચાદરોને જનાઝા પર ઓઢાડવાથી સાવચેત રહેવું જોઈએ.
➻ અહ્સનુ'લ ફતાવા : ૪ / ૨૩૦,
➻ઑનલાઇન ફતાવા બિન્નોરી ટાઉન,
➻ઈસલાહે અગ્લાત : સિ. નં. ૪૪૯.
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59