જન્મદિવસ ( Birthday) મનાવવા તથા મિઠાઈની વહેંચણી વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ રીવાજ પણ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિનો જન્મ દિવસ હોય છે તે પોતાના મિત્રોને પાર્ટી આપે છે અથવા મિઠાઈઓ ની વહેંચણી કરે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત ક્રિયા (અમલ) ન તો હદીષથી સાબિત છે અને ન સહાબાના જીવનચરિત્ર થી સાબિત છે. બલ્કે આ કૃતિ પશ્ચિમી સંસ્કૃતિનો અસર અને તેની નકલ છે. જેના વિષે કુર્આન અને હદીષ સાફ શબ્દોમાં ચેતાવણી આપે છે કે :
وَلَا تَرْكَنُوْا إلَى الَّذِيْنَ ظَلَمُوْا فَتَمَسَّكُمُ النَّارُ
(સૂરહ હૂદ... આયત. ૧૧૨)
તમે લોકો જાલીમો (ઈમાન કબૂલ ન કરીને પોતાની ઉપર જુલ્મ કરનારા) તરફ ન ઝુકો ક્યાંક તમને (જહન્નમ ની) આગ પકડી લે.
અને હદીષમાં પણ આવે છે કે :
 مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
(અબૂ દાઉદ)
જે વ્યક્તિ જે લોકોની નકલ કરશે તેમની સાથે (કયામત માં) હશે.
   તે માટે આની ઉજવણી, મીઠાઈની વહેંચણી તથા આમાં સંડોવણી થી બચવું જોઈએ.
👉
[અહમ મસાઈલ : સફા.૧ / ૨૭૧]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)