દિવાળી એક પ્રચલિત તહેવાર છે જેની આપણા ગેર મુસ્લિમ ભાઈઓ ઉજવણી કરે છે. અને તેમનાથી પ્રભાવિત થઈને મુસલમાનો પણ તેમાં સંડોવણી કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત તહેવારમાં સંડોવણી તેમજ ફટાકડા વગેરે ફોડવું ના જાઈઝ અને હરામ છે. કેમ કે આ ઉજવણીમાં સમય સાથે સાથે માલ પણ ખોટો વેડફાય છે જે શરઈ દ્વષ્ટિએ જાઈઝ નથી.
તેમજ આ તહેવાર એક ખાસ ધર્મનું પ્રતિક છે. માટે આ વસ્તુની ઉજવણીમાં ગેર મુસ્લિમોની નકલ પણ છે જેના વિષે કુર્આનમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે કે :
وَلَا تَرْكَنُوْا إلَى الَّذِيْنَ ظَلَمُوْا فَتَمَسَّكُمُ النَّارُ
(સૂરહ હૂદ... આયત. ૧૧૨)
તમે લોકો જાલીમો (ઈમાન કબૂલ ન કરીને પોતાની ઉપર જુલ્મ કરનારા) તરફ ન ઝુકો ક્યાંક તમને (જહન્નમ ની) આગ પકડી લે.
અને હદીષમાં પણ આવે છે કે :
مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
(અબૂ દાઉદ)
જે વ્યક્તિ જે લોકોની નકલ કરશે તેમની સાથે (કયામત માં) હશે.
તે માટે આ પ્રકારના કામોથી બચવું જોઈએ.
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59