૨૫ ડિસેમ્બરે દુનિયાભરમાં " ક્રિસમસ ડે " નામનો તહેવાર ઊજવવામાં આવે છે. આ તહેવાર ખ્રિસ્તી (ઈસાઈ) ધર્મના લોકોનો છે. તેઓ પોતાના એક અકીદા અને માન્યતા હેઠળ તેને ઉજવે છે જે આ છે કે હજરત ઈસા (અ.સ.) નો જન્મ ૨૫ ડિસેમ્બરે થયો હતો. અને તેઓ ઈસા (અ.સ.) ને અલ્લાહ તઆલાની અવલાદ માને છે. (નઉઝુબિલ્લાહ્)
જેને લઈને શરૂઆતમાં તેઓ ૨૫ ડિસેમ્બરે હજરત ઈસાؑ, હજરત મરયમؑ અને હજરત જીબ્રઈલؑ નો રોલ ભજવી હજરત ઈસાؑ નો જન્મ દિવસ મનાવતા હતા. પરંતુ ધીરે ધીરે તેઓના આ તહેવારમાં નગ્ન નાચ- ગાન, સેક્સ મિક્સ, દારૂની મહેફિલ તેમજ ના જાઈઝ અને હરામ કૃત્યો પણ આ તહેવારનૉ મુખ્ય હિસ્સો બની ગયો.
ઘણા અફસોસની વાત છે કે આજે આપણે મુસલમાન પણ આવી નાપાક સંસ્કૃતિ પર નિર્ભર તહેવારમાં જે ન માત્ર બિન્-ઈસ્લામિક છે બલ્કે બિન-પ્રાકૃતિક પણ છે બરાબર ની સંડોવણી કરીએ છીએ અને એક બીજાને Happy Christmas Day વગેરે જેવા શબ્દોથી મુબારકબાદી પાઠવતા હોઈએ છીએ.
સૌથી પહેલી વાત તો આ છે કે ર૫ ડિસેમ્બર હજરત ઈસા અ.સ. નો જન્મ દિવસ જે લોકોમાં પ્રચલિત છે તે બેબુનિયાદ અને મનઘડત છે. જ્યાં સુધી વાત ઉજવણીમાં સંડોવણી તેમજ મુબારકબાદી દેવી તો આ ના જાઈઝ છે. કેમ કે તેમાં સંડોવણી કરવી તેમના ગલત અને શીર્ક પર નિર્ભર અકીદાને સમર્થન કરવા સમાન છે.
અને આ કૃતિ પશ્ચિમી સંસ્કૃતિનો અસર અને તેની નકલ છે. જેના વિષે કુર્આન અને હદીષ સાફ શબ્દોમાં ચેતાવણી આપે છે કે :
وَلَا تَرْكَنُوْا إلَى الَّذِيْنَ ظَلَمُوْا فَتَمَسَّكُمُ النَّارُ
(સૂરહ હૂદ... આયત. ૧૧૨)
તમે લોકો જાલીમો (ઈમાન કબૂલ ન કરીને પોતાની ઉપર જુલ્મ કરનારા) તરફ ન ઝુકો ક્યાંક તમને (જહન્નમ ની) આગ પકડી લે.
→ અને હદીષમાં પણ આવે છે કે :
مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
(અબૂ દાઉદ)
જે વ્યક્તિ જે લોકોની નકલ કરશે તેમની સાથે (કયામત માં) હશે.
તે માટે આવા બેબુનિયાદ તહેવારોમાં સંડોવણી તેમજ મુબારકબાદી પાઠવવાથી બચવાની ખૂબ જ જરૂર છે.
તેથી આ તહેવાર તથા તેના જે પ્રતિકો છે જેના દ્વારા આ તહેવારની શુભેચ્છા પાઠવવામાં આવે છે મુસલમાનો એ ખૂબ જ બચવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59