વેલેન્ટાઇન ડે ની ઉજવણી તેમજ તે દિવસે એક બીજાને ભેટ (gift) આપવા વિષે

Ml Fayyaz Patel
0
     આજે આપણા સમાજમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી એવી રીતે કરવામાં આવે છે જાણે કે તેનો કોઈ ગુન્હો જ નથી. જ્યારે કે આ વિષે કુર્આન અને હદીષ શું કહે છે તે નિમ્ન લિખિત છે.
શુદ્ધિકરણ :-
     વેલેન્ટાઇન ડે (મુહબ્બત નો દિવસ) ની ઉજવણી ના જાઈઝ અને હરામ છે. બલ્કે આ કૃતિ પશ્ચિમી સંસ્કૃતિનો અસર અને તેની નકલ છે. જેના વિષે કુર્આન અને હદીષ સાફ શબ્દોમાં ચેતાવણી આપે છે કે :
وَلَا تَرْكَنُوْا إلَى الَّذِيْنَ ظَلَمُوْا فَتَمَسَّكُمُ النَّارُ
(સૂરહ હૂદ : આયત. ૧૧૨)
તમે લોકો જાલીમો (ઈમાન કબૂલ ન કરીને પોતાની ઉપર જુલ્મ કરનારા) તરફ ન ઝુકો ક્યાંક તમને (જહન્નમ ની) આગ પકડી લે.
હદીષ :
مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
(અબૂ દાઉદ)
જે વ્યક્તિ જે લોકોની નકલ કરશે તેમની સાથે (કયામત માં)હશે.
     અને જ્યાં સુધી વાત છે એક બીજાને ભેટ આપવાની તો તેની પણ લેવડ-દેવડ ના જાઈઝ અને હરામ છે. અહીંયા સુધી કે "અલ્' બહરૂ'ર્ રાઈક" નામી કિતાબમાં "કિતાબુ'લ કુદ઼ાત ૬/૪૪૧" પર લખ્યું છે કે :
" مَا یَدْفَعُهٗ المُتَعَاشِقَانِ رِشْوَةٌ ، يَجِبُ رَدُّهَا ، وَلَا تَمْلِكُ "
આપસમાં (ના જાઈઝ) મુહબ્બત કરવાવાળા એક બીજાને જે ભેટ આપે છે તે લાંચ- રીશ્વત (Bribe) છે. તેઓએ એક બીજાને આપેલી ભેટ પાછી કરી દેવી વાજીબ છે. અને તે આપેલી ભેટ બંન્નેમાંથી કોઈની પણ માલિકીમાં દાખલ થતી નથી.(જેથી તેનો ઈસ્તિમાલ ના જાઈઝ છે.)
       તે માટે "વેલેન્ટાઇન ડે" ની ઉજવણી માં સંડોવણી તથા ભેટોની લેવડ-દેવડ થી બચવાની ઘણી જરૂર છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)