લોકોમાં આ વાત પણ વધુ પ્રમાણમાં સાંભળવામાં આવે છે કે જ્યારે કોઈ નુકસાન વગેરે થાય છે તો પોતાના નસીબ અને તકદીર પર પૂરેપૂરો દોષ ઠાલવતા કહે છે કે " મારી બદ કિસ્મતી, બદનસીબી ના કારણે આમ થયું છે. "
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાક્ય " મારી બદ કિસ્મતી, બદ નસીબી ના લીધે આવું થયું " બોલવું અલ્લાહ તઆલાની શાનમાં ગુસ્તાખી અને બેઅદબી છે.
કેમ કે દરેક સારી અને ખરાબ તકદીર અલ્લાહ તરફથી હોય છે. અને અલ્લાહના દરેક ફેસલામાં ભલાઇ હોય છે. આપણી સમજણના પ્રમાણે આપણે જેને બુરૂ સમજીએ છીએ તે પણ અલ્લાહ તઆલાની હિકમત અને મસ્લિહત પર નિર્ભર હોય છે. અને વાસ્તવમાં તેમાં પણ આપણા માટે ઘણી બધી ભલાઇ છૂપાયેલી હોય છે. જેને આપણે આપણી સોચ, વિચાર તેમજ સમજશકિત ટુંકી હોવાના કારણે સમજી શકતા નથી. કુર્આનમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે :
قُلۡ کُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰهِ
(سورة النساء)
તર્જુમો :- (હે મુહમ્મદ ﷺ) તમે કહી દ્યો કે દરેક ( સારી અને ખરાબ ) વસ્તુ અલ્લાહ તઆલા તરફથી હોય છે.
એવી જ રીતે આ વાત પર ઈમાન રાખવું પણ જરૂરી છે. હદીષમાં આવે છે કે :
قَالَ النَّبِيُّ ﷺ : أَنْ تُؤْمِنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ.
(صحيح مسلم)
તે માટે પોતાની કિસ્મત પર દોષ ઠાલવવાથી બચવું જોઈએ કે વાસ્તવમાં અલ્લાહ તઆલાની બેઅદબી છે.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૬ / ૨૧]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59