એક હદીષ લોકોમાં ઘણી પ્રચલિત છે કે દરેક દાડમમાં એક દાણો જન્નતનો હોય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત હદીષ હોવા વિષે ઘણા બધા મુહદ્દીષીને ઈનકાર કર્યો છે. જેમ કે ઈમામ સુયુતી રહ. ફરમાવે છે કે આ હદીષ ઘણી જ કમજોર અથવા મનઘડત છે.
( اللآلي المصنوعة في الاحاديث الموضوعة : ٢ / ١٧٧)
એવી જ રીતે ઈબ્ને અસાકીર, ઈબ્ને અદી, ઈમામ ઝહબી, ઈમામ ઈબ્ને જવ્ઝી વગેરેએ ઉપરોક્ત હદીષને બાતીલ અને મનઘડત કહી છે.
તે માટે ઉપરોક્ત વાતને હદીષ તરીકે બયાન કરવી જાઈઝ નથી.
[દા.ઈ.જામિઆ ઈસ્લામિય્યહ બિન્નોરી ટાઉન]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59