લગાતાર ત્રણ જુમ્માની નમાઝ ન પઢનાર કાફીર થઈ જવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે વ્યક્તિ લગાતાર ત્રણ જુમ્માની નમાઝ છોડી દે છે તે કાફિર થઈ જાય છે. અને અમુક લોકો તો એવા વ્યક્તિને મુસલમાન કહેવાનો સાફ ઈન્કાર કરી દે છે.
શુદ્ધિકરણ :-
     વાસ્તવમાં લોકોમાં ઉપરોક્ત ગલત સમજણ એક હદીષનો દુરુસ્ત ભાવાર્થં ન સમજવાના કારણે ઉભી થઈ છે. જે નિમ્ન લિખિત છે.
أَنَّ رَسُولَ اللَّهِ ﷺ، ‌‌‌‌‌‏قَالَ:‌‌‌‏ مَنْ تَرَكَ ثَلَاثَ جُمَعٍ تَهَاوُنًا بِهَا طَبَعَ اللَّهُ عَلَى قَلْبِهِ.
(ابو داود : ١٠٥٢)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ નો ઈરશાદ છે કે “ જે વ્યક્તિ સુસ્તીના લીધે લગાતાર ત્રણ જુમ્માની નમાઝ છોડી દે તો અલ્લાહ તઆલા તેના દિલ પર મુહર લગાવી દે છે.”
    ઉપરોક્ત હદીષમાં લોકો દિલ પર મુહર લગાવવાને કુફ્ર સમજી બેઠા છે. જ્યારે કે હદીષમાં મુહર લગાવવાનો સહી ભાવાર્થં આ છે કે અલ્લાહ તઆલા તેને ખૈર અને ભલાઈથી વંચિત રાખે છે.
(طبع الله) أي: ختم (علی قلبه) بمنع إیصال الخیر إلیه
     તે માટે એવું સમજવું કે જે વ્યક્તિ લગાતાર ત્રણ જુમ્મા છોડી દે છે તે કાફિર થઈ જાય છે સહીહ નથી.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. દેવબંદ]
----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)