એવા વાક્યો જેના વડે માણસ પોતાનું ઈમાન ગુમાવી દે છે

Ml Fayyaz Patel
0
     અમુક વખત માણસ ઘણી પરેશાની ની પરિસ્થિતિમાં હોય છે. અને અલ્લાહ પાસે ખૂબ જ દુવાઓ માંગે છે. પરંતુ જ્યારે તેની દુવાનો કોઈ અસર દેખાતો નથી ત્યારે એવા વાક્યો ઉચ્ચારે છે જેના વડે તે ઈમાનથી હાથ ધોઈ બેસે છે. દા.ત.
❖ હું દિલથી દુવા માંગુ છું પરંતુ ખબર નથી અલ્લાહ ક્યાં છે...?
❖ આટલી બધી દુવા માંગુ છું ખબર નથી અલ્લાહ સાંભળે છે કે નથી...?
❖ અલ્લાહ અમારી પરેશાની કેમ નથી જોતા...?
❖ અલ્લાહને અમારી સિવાય બીજું કોઈ મળ્યું જ નથી...?
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત એવા વાક્યો છે જેનાથી માણસને અલ્લાહ તઆલાના મૌજુદ હોવામાં શક પેદા કરે છે જે બેશક કુફ્રીય્યહ વાક્યો છે. આવા વાક્યો ઉચ્ચારવા થી માણસ ઈમાનથી નિકળી જાય છે.
فيكفر إذا وصف الله تعالى بما لا يليق به۔
( البحر الرائق : ٥ / ٢٠٢ )
તર્જુમો :- અલ્લાહ તઆલાની શાનના વિરૂદ્ધ વાક્ય બોલવું માણસને કાફિર બનાવી દે છે.
     તે માટે એવા વાક્યો ઉચ્ચારવા થી ખૂબ જ બચવાની જરૂરત છે જે માણસને કુફ્ર સુધી પહોંચાડનારા હોય.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૨૬]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)