લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે દાઢીના વાળ પર ફરિશ્તાઓ ઝૂલા ખાય છે. અને એવી એક હદીષ પણ પ્રચલિત છે કે એક સહાબીના દાઢીના એક વાળ તોડવા પણ રસુલુલ્લાહ ﷺ એ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેના પર ફરિશ્તાઓ ઝૂલતા હતાં.
શુદ્ધિકરણ :-
બંન્ને વાતો બેબુનિયાદ અને મનઘડત છે. અલબત્ત દાઢીના અનેક ફાયદાઓ છે,દાઢી નબીયોની સુન્નત છે,ઈસ્લામનો શિઆર–પ્રતિક છે,જેથી દાઢી રાખવી વાજિબ છે.
તેને મુડાવવી કે એક મુઠ્ઠીથી ઓછી કપાવવી મનાઈ છે, કપાવનાર વ્યક્તિ શરઈ દ્રષ્ટિએ ફાસિક લેખાશે, તેમની શહાદત (ગવાહી) કબૂલ નથી,તેની ઈમામત પણ મકરૂહ છે.
તેથી ઉપરોક્ત વાત બયાન તથા શેયર કરવી જાઈઝ નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ /૩૭૫ & ફતાવા અબ્દુલ ગની]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59