બેશક ગીબત ઘણો મોટો ગૂન્હો છે. અને આ વાત સૌ જાણે પણ છે. પરંતુ ગીબતની વ્યાખ્યા શું છે ? ગીબત કોને કહેવાય ? તે વિષે લોકોના નિમ્ન મંતવ્યો જ વાંચી લ્યો તો ખબર પડશે કે લોકોમાં ગીબત વિષે કેટલી ગલત સમજણ પેદા થઈ છે.
જ્યારે કોઈ મજલિસમાં કોઈ વ્યક્તિની બુરાઈ થતી હોય અને તેને રોકવામાં આવે તો લોકો ગીબત વિષે નિમ્ન વાતો કહે છે.
❖ હું ગીબત તો નથી કરતો બસ ફુલાણા વ્યક્તિ વિષે બતાવી રહ્યો છું.
❖ મારો ગીબત કરવાનો કોઈ ઈરાદો નથી.
❖ તેને ગીબત ના સમજો હું તો ફક્ત તેનું અસલી રૂપ બતાવી રહ્યો છું.
❖ ના આ ગીબત ના કહેવાય. આ બુરાઈ તો હકીકતમાં તેમાં મૌજુદ છે.
❖ હું તો તેના વિષે માત્ર કહી રહ્યો છું મારો હેતુ ગીબત કરવાનો નથી.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત ગીબત વિષે જેટલી વાતો છે તે બધી જ લોકોએ પોતાના તરફથી ઘડેલી વાતો છે. જ્યારે કે ગીબતની દુરુસ્ત વ્યાખ્યા નિમ્ન લિખિત છે.
★ કોઈ વ્યક્તિની તેની ગેરહાજરીમાં એવી બુરાઈ કરવી કે જો તે વ્યક્તિ હાજર હોત તો તેને ખોટું લાગતું.
ગીબત વિષે લોકોમાં ગલત સમજણનું એક કારણ તોહમત અને ગીબતમાં ફરક ન જાણવું પણ છે.
★ ગીબત અને તોહમત દરમિયાન ફરક :-
જે વ્યક્તિની બૂરાઈ થઈ રહી હોય તો તે વ્યક્તિમાં વાસ્તવમાં તે બૂરાઈ છે કે નથી...?
● વાસ્તવમાં બૂરાઈ મૌજુદ છે તો ગીબત કહેવાશે.
● વાસ્તવમાં બૂરાઈ મૌજુદ નથી તો તોહમત કહેવાશે.
નોંધ :- કોઈ વ્યક્તિની અંદર એવી બૂરાઈ હોય જેનાથી બીજાને ઘણું જ નુકસાન પહોંચતુ હોય તો માત્ર સામેવાળી વ્યક્તિને નુકસાનથી બચાવવાના ઈરાદાથી તે વ્યક્તિની બૂરાઈ સામેવાળી વ્યક્તિને બતાવવાની શરીયતમાં ઈજાઝત છે.
કુર્આન અને હદીષમાં ગીબત વિષે ઘણી સખત વઈદો અને ધમકીઓનો ઉલ્લેખ છે માટે આ કબીરહ્ ( મોટા ) ગૂન્હાથી બચવાની ખૂબ જ જરૂર છે.
[એક ગલત સોચ]
----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59