લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જો પતિ પોતાની પત્ની સાથે ચાર મહિના સુધી સંભોગ ન કરે તો નિકાહ તૂટી જાય છે. અને ફરીથી નિકાહ કરવા જરૂરી થઈ જાય છે. અને આ વિષે સોશિયલ મીડિયા પર પણ એક બનાવટી ફતવો પરિભ્રમણ કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત બિલકુલ ખોટી અને બેબુનિયાદ છે. હાં ! આટલી મુદ્દત પોતાની પત્નીથી દૂર રહેવું ભલે શરઈ દ્વષ્ટિએ અને માણસના જઝબાત,ભાવના અને લાગણીના ખાતર ના પસંદ છે. કેમ કે નિકાહનો હેતુ પતિ પત્નીનું એક બીજાથી રાહત હાસિલ કરવી તેમજ હરામ કૃત્યથી બચાવ છે. જે પતિ પત્નીના અલગ અલગ રહેવાથી હાસિલ નથી થતો.
તે માટે પતિ પત્નીએ કોઈ સખત કારણ વગર લાંબો સમય એકબીજા થી દૂર ન રહેવું જોઈએ. પરંતુ નિકાહ પર તેનો કોઈ અસર પડતો નથી.
[એક ગલત સોચ]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59