આ કિસ્સો પણ લોકોમાં ઘણો પ્રચલિત છે કે કયામતમાં એક વ્યક્તિના આમાલનું ત્રાજવું બંન્ને તરફ સરખું હશે. તો અલ્લાહ તઆલા તેને કહેશે કે જો તું એક નેકી લઈ આવે તો હું તારી મગ્ફિરત કરી દઈશ. તે વ્યક્તિ પોતાના સગા વહાલા અને મિત્રો પાસે જશે પણ બધા જ એક નેકી આપવાની ના પાડી દેશે. છેલ્લે એક એવો વ્યક્તિ તેને એક નેકી આપશે જેના પાસે માત્ર તે જ એક નેકી સિવાય કશુંય નહીં હોય.
અલ્લાહ તઆલાને નેકી આપનારની નેકી આપવી એટલી પસંદ આવશે કે પેલા વ્યક્તિ સાથે તેની પણ મગ્ફિરત ફરમાવી દેશે.
શુદ્ધિકરણ :-
અદ્'દુર્રતુ'લ ફાખિરહ્ ફિ કશ્ફિ ઈલ્મી'લ્ આખીરહ્ નામી કિતાબમાં આ હદીષ સનદ વગર બયાન કરેલી છે. ઘણી શોધ કર્યા પછી પણ આ હદીષની સનદ કોઈ જગ્યાએ ન મળી. તે માટે જ્યાં સુધી કોઈ સહીહ સનદ ન મળે ત્યાં સુધી રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરી બયાન કરવાથી સાવચેત રહેવું જોઈએ. કેમકે રસુલુલ્લાહﷺ ની તરફ એવી જ વાતની નિસ્બત કરવી જોઈએ જે વાત સનદ સાથે સાબિત હોય.
તેથી ઉપરોક્ત વાતની જ્યાં સુધી સહીહ સનદ ન મળે ત્યાં સુધી તેને બયાન કરવાથી સાવચેતી અપનાવવી જોઈએ.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૫૮]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59