ઈસ્લામ માં અમીર અને ગરીબમાં ફરક કર્યા વગર વધુ બાળકો પેદા કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જેમ કે એક હદીષમાં આવે છે કે :
“ રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે તમે એવી સ્ત્રી સાથે શાદી કરો જે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હોય, અને વધુ બાળકોને જન્મ આપનારી હોય. કેમ કે (કયામતના દિવસે) હું અન્ય ઉમ્મતોની તુલનામાં તમારી પુષ્કળતા પર ગર્વ કરીશ.”
[અબૂ દાઉદ : ૨૦૫૦]
તેમજ અન્ય કુર્આનની આયતો અને હદીષોમાં આ વિષે પ્રોત્સાહન મળે છે, માટે દરેક મુસલમાન વધુ બાળકો પેદા કરવાની કોશિશ કરે, હાં આ વાત અલગ છે કે અમીરો એક ગલત સમજણ ને લીધે માલની લાલસા માં વધુ બાળકો પેદા કરવાથી ડરે છે.
વધુ બાળકો ને પેદા કરવા બાબત ગલત સમજણ ને લીધે બે વાતો આપણા સમાજમાં ખૂબ જ પ્રચલિત છે. ➊ વધુ બાળકો અને ગરીબી, ➋ વધુ બાળકો અને સ્ત્રીની શારિરીક સ્વાસ્થ્ય. આ બન્ને વિષે સહીહ સમજૂતી નીચે વર્ણવામાં આવે છે.
વધુ બાળકો અને ગરીબી
જ્યાં સુધી વાત છે ગરીબી ની કે લોકોમાં અજ્ઞાનતા પર આધારિત એક ફિલસુફી કે રોજીનો જીમ્મેદાર માણસ પોતે હોય છે ખૂબ જ પ્રચલિત થવાથી લોકો તેનાથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેઓનો દૃષ્ટિકોણ રોજીના બારામાં આ બની ગયો કે “ વધારે બાળકો પેદા કરવાથી રોજીમાં તંગી આવે છે ” આ જ તે દૃષ્ટિકોણ છે જેનું રદ્દીકરણ કરતા અલ્લાહ તઆલા કુર્આનમાં ફરમાવે છે કે :
وَلَا تَقۡتُلُوۡۤا اَوۡلَادَکُمۡ مِّنۡ اِمۡلَاقٍ ؕ نَحۡنُ نَرۡزُقُکُمۡ وَاِیَّاہُمۡ
[સૂરહ અન્આમ : ૧૫૧]
અનુવાદ :- ગરીબીને કારણે તમારા બાળકોને (ગર્ભવતી ન થવાના સબબો અપનાવી) કતલ ન કરો. અમે તમને પણ રોજી આપીશું અને તે આવનાર બાળકોને પણ આપીશું.
આ આયતમાં સ્પષ્ટ શબ્દોમાં અલ્લાહ તઆલા કહી રહ્યા છે કે રોજીની જવાબદારી લોકોની નથી, બલ્કે અલ્લાહ તઆલા ની છે, તે તમને પણ રોજી પહોંચાડશે અને તમારા પેદા થનાર બાળકોને પણ.
આ આયતના હેઠળ એક ખૂબ સરસ વાત ખબર પડે છે કે આવનાર બાળકોની રોજી પોતે અલ્લાહ તઆલા ની જવાબદારી છે, “ એટલે કે બાળક પોતે અલ્લાહ તઆલા તરફથી પોતાની રોજી લઈને આવે છે, હવે એક માણસ પોતે વધુ બાળકો પેદા ન કરી બાળકોના રૂપમાં મળતી રોજીને રોકે છે, ખબર પડી કે વધુ બાળકો પેદા કરવા રોજીમાં તંગી થવાનો સબબ નથી, બલ્કે વધુ બાળકો પેદા ન કરવા રોજીમાં તંગી પેદા કરે છે. ”
વધુ બાળકો અને સ્ત્રીની શારિરીક સ્વાસ્થ્ય
કુદરતે સ્ત્રીની માનસિક અને શારિરીક રચના જોતાં તેના માટે જે જીવન પદ્ધતિ નક્કી કરી છે, તેમાં જ તેના માટે શારિરીક અને માનસિક વિકાસ અને આરામ છે. અને અહીં જે વિષય પર વાત કરી રહ્યા છે તેમાં સ્ત્રીની રચના બાળકને એક મુદ્દત માટે પેટમાં રાખી જન્મ આપવાની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા જેટલી વધુ હશે એટલી જ શારિરીક અને માનસિક પરિસ્થિતિ તેની સ્વાસ્થ્ય અને તેના માટે આરામદાયક રહેશે.
આજ કારણ છે કે આજે આધુનિક સંશોધનો એ સાબિત કર્યું છે કે જે સ્ત્રી બાળકો ને જન્મ આપતી રહે છે, તે સ્ત્રીની સુંદરતા અને યુવાની પણ લાંબા સમય સુધી રહે છે બલ્કે ગર્ભાવસ્થા બાદ તેની સુંદરતામાં વધારો થાય છે, ભલે જન્મ આપ્યા બાદ થોડા દિવસો સુધી નબળી પડી જાય છે, અને સુંદરતામાં ઘટાડો થાય છે. પરંતુ બાળકના જન્મને કારણે અને પછી સતત સ્તનપાન (દુધ પીવડાવવા) ને કારણે તેના શરીરમાંથી ઘણા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને તેની જગ્યાએ સ્વચ્છ અને પારદર્શક લોહી ખૂબ જ ઝડપથી ઉત્પન્ન થાય છે, જે સ્ત્રીની ચામડીના રંગની સુંદરતા ને વધુ ખુબસુરત બનાવે છે.
અને સ્તનપાન બાળક પેદા કરવા પર નિર્ભર હોય છે, એટલે કે જેટલા વધુ બાળકો એટલું વધુ સ્તનપાન, અને જેટલું વધુ સ્તનપાન એટલી જ વધુ સુંદરતા અને અને શારિરીક સ્વાસ્થ્ય બનશે.
વસતી નિયંત્રણ નો શરઈ આદેશ
ઈસ્લામ માં લગ્ન જીવનનો એક મુખ્ય ઉદ્દેશ્ય સંતાન પ્રાપ્તિ છે. અને ઈસ્લામ માં સંતાનોની પુષ્કળતા ઈચ્છનીય પણ છે. આ જ કારણ છે કે હદીસ મુબારકમાં એવી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જે વધુ બાળકોને જન્મ આપતી હોય જેમ કે ઉપર હદીષમાં જોયું.
વસ્તી નિયોજન ની વર્તમાન યોજનાઓ શરિયતના વિરુદ્ધ છે, બલ્કે આ ખયાલે કે જો વધુ બાળકો હશે તો તેમની આજીવિકાનું સંચાલન કેવી રીતે થશે આ જોખમને ધ્યાનમાં રાખીને જન્મ નિયોજન પ્રતિબંધિત છે, અજ્ઞાનતાના યુગમાં લોકો પોતાના બાળકોને ભરણ પોષણની અછતના ડરથી હત્યાઓ કરતા હતા.
આજનું કુટુંબ નિયોજન પણ આ ખ્યાલની સંસ્કારી છબી છે, જેમ કે ઉપર જોયું કે પવિત્ર કુર્આન આ નીતિ ની સખત મનાઈ કરે છે, કે દરઅસલ આ અલ્લાહ તઆલા ની વ્યવસ્થા માં દખલગીરી છે.
હાં..! અમુક કારણોસર શરીયત ગર્ભનિરોધ ની પરવાનગી આપે છે. જે કારણો નીચે મુજબ છે.
● સ્ત્રી એટલી કમજોર હોય કે તે સગર્ભા વસ્થાનો ભાર સહન કરી નકરી શકતી હોય, તેમજ ગર્ભા વસ્થા અને બાળ જન્મની પીડા સહન કરવામાં અસમર્થ હોય.
● બે બાળકો વચ્ચે યોગ્ય સમયગાળા માટે જેથી બાળકને માતાની યોગ્ય સંભાળ મળી શકે અને બીજા બાળકની ગર્ભાવસ્થાને કારણે માતાનું દૂધ પ્રથમ બાળક માટે જોખમી અને હાનિકારક ન બને.
● જો સ્ત્રી અનૈતિક અને કઠોર સ્વભાવની હોય અને પતિ તેને છૂટાછેડા આપવાનો ઇરાદો ધરાવતો હોય અને બાળકના જન્મ પછી તેની અનૈતિકતા વધુ વધી જાય તેવો ડર હોય, તો પણ આવી પરિસ્થિતિમાં ગર્ભ ન રાખવું માન્ય છે.
ઉપરોક્ત પરિસ્થિતિઓ માં, ગર્ભ નિરોધકની એવી પદ્ધતિ અપનાવવી યોગ્ય છે જે અસ્થાયી રૂપે ગર્ભાવસ્થાને અટકાવી શકે છે, જેથી જ્યારે પણ ઇચ્છા હોય ત્યારે પ્રજનન ચક્ર ચાલુ રાખી શકાય. બાકી ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવું અથવા નસબંધી કરાવવી અથવા એવી કોઈપણ પદ્ધતિ અપનાવવી જે સંતાન પેદા કરવાની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દે તે શરિયતમાં માન્ય નથી, બલ્કે શરિયતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે.
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59