અમુક ઈસ્લામી સંસ્થાઓ કેલેન્ડરો છપાવે છે અને તેમાં દીનની તબ્લીગ માટે કુર્આનની આયત તથા હદીષો પણ છપાવે છે. એવી જ રીતે અમુક કંકોત્રીઓ માં પણ અલ્લાહ અને રસુલુલ્લાહ ﷺ નું નામ તથા આયત અને હદીષ છપાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
બેશક કેલેન્ડરમાં આયત તથા હદીષ છપાવવી ન માત્ર જાઈઝ છે બલ્કે દીનને ફેલાવવાનો સારો ઝરીયો પણ છે.
પરંતુ આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે કેલેન્ડર તથા કંકોત્રીનું કામ નથી રહેતું તો તે ઉકરડા તથા ગટર લાઈનમાં પડેલા નજર આવે છે. જો કુર્આન તથા હદીષના અદબ, સન્માન અને વિવેક ના વિરુદ્ધ છે. તે માટે આ વસ્તુની સુધારણા અને રોકથામની ફિકર કરવાની ખૂબ જરૂર છે.
તે માટે શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે તેમાં આયતો તથા હદીષો છપાવવામાં ન આવે. અને છપાવવામાં આવે તો તેના સન્માનનો પણ ખૂબ ખ્યાલ રાખવામાં આવે.
[અ'લ્ મસાઈલુ'લ મુહિમ્મહ્ : ૫ / ૨૭૭]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59