પતિના મૃત્યુ પર પત્નીનું બંગડીઓ વગેરે તોડવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ માન્યતા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે કે પતિના મૃત્યુ પણ પત્ની પોતાની બંગડીઓ તોડી સોગ મનાવે છે અને એવું કરવું જરૂરી સમજવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
     પતિના મૃત્યુ પર પત્નીનું બંગડીઓ તોડી સોગ મનાવવો બિલકુલ બેબુનિયાદ રસમ છે. શરીયતમાં પત્ની સિવાય બીજા કોઈને પણ ત્રણ દિવસથી વધારે સોગ મનાવવાની ઈજાઝત નથી. અને પત્ની માટે પણ ચાર મહિના અને દસ દિવસ સુધી મનાવવાનો આદેશ છે. હદીષમાં આવે છે કે :
عَنْ أُمِّ حَبِيبَةَ زَوْجِ النَّبِيِّ ﷺ فَقَالَتْ : سَمِعْتُ رَسُولَ اللَّهِ ﷺ يَقُولُ : لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ تُحِدُّ عَلَى مَيِّتٍ فَوْقَ ثَلَاثٍ، إِلَّا عَلَى زَوْجٍ أَرْبَعَةَ أَشْهُرٍ وَعَشْرًا ۔
(البخاري / رقم الحدیث : ۱۲۸۱)
તર્જુમો :- રસુલુલ્લાહﷺ નો ઈરશાદ છે કે કોઈ પણ સ્ત્રી માટે કે જે અલ્લાહ અને આખિરતના દિવસ પણ ઈમાન લાવી હોય જાઈઝ નથી કે પોતાના પતિ સિવાય બીજા કોઈના મૃત્યુ પર ત્રણ દિવસથી વધારે સોગ મનાવે. હાં તેના પતિના મૃત્યુ પર ચાર મહિના દસ દિવસ છે.
    ઈદ્દતમાં સ્ત્રી માટે ઈસ્લામમાં સોગ મનાવવો વાજીબ હોવાનો મતલબ આ છે કે તે સ્ત્રી તેલ, ખૂશ્બૂ, સુરમો, કાજલ, મહેંદી વગેરે છોડી દે. હાં જો દવાના તોર પર ઉપરોક્ત વસ્તુઓ નો ઉપયોગ કરે તો ઈજાઝત છે.
     એવી જ રીતે ઈદ્દત પૂરી કર્યા પછી બંગડીઓ તેમજ ઉપરોક્ત દરેક વસ્તુઓ નો ઉપયોગ શરીયતની હદમાં રહીને કરવો જાઈઝ છે.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૫૭]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)