આ કિસ્સો પણ લોકોમાં ઘણો પ્રચલિત છે કે જ્યારે હજરત ફાતિમાؓ ને મૃત્યુ પામ્યા પછી કબ્રમાં મુકતી વખતે હજરત અબૂ જ઼ર ગિફારીؓ એ કબરને કહ્યું કે એ કબર તને ખબર છે કે આ કોણ છે..? આ રસુલુલ્લાહ ﷺ ની બેટી હજરત અલીؓ ની પત્ની અને હજરત હસનؓ હુસૈનؓ ની માતા છે. તે માટે તુ તેની સાથે સદવ્યવહાર કરજે. તો કબ્રએ જવાબ આપ્યો કે આ હસબ-નસબની જગ્યા નથી અહીંયા તો આમાલ પ્રમાણે વ્યવહાર થશે.
શુદ્ધિકરણ :-
ઘણી શોધ કર્યા પછી પણ આ કિસ્સો હદીષની માન્ય કિતાબોમાં સનદ સાથે ન મળ્યો. હાં ! આ કિસ્સો અલ્લામા ઉસ્માન બિન હસનેؒ "દુર્રતુ'ન્ નાસીહીન" માં સનદ વગર બયાન કર્યો છે.
તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૪૫૫]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59