નમાઝમાં સફો સીધી રાખવા વિષે

Ml Fayyaz Patel
0
   નમાઝ જેવી અહમ ઈબાદતમાં એક અહમ વસ્તુ સફોને દુરુસ્ત રાખવી છે. પરંતુ આ વિષયમાં ઘણી જ ગફલત જોવા મળે છે. જ્યારે કે સફોને દુરુસ્ત રાખવા વિષે હદીષોમાં ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેની વિરૂદ્ધ કરવામાં વઈદો ( ધમકીઓ ) પણ આવેલી છે.
શુદ્ધિકરણ :-
   જમાઅત સાથે નમાઝ પઢવામાં સફોને દુરુસ્ત અને સીધી રાખવી સુન્નતે મુઅક્કદા છે. અને તેના પર અમલ ન કરવો સુન્નતના વિરુદ્ધ કૃત્ય છે.
☞ સફોને સીધી રાખવાનો મતલબ :-
    સફોમાં દરેક નમાઝીએ એવી રીતે લાઈનમાં સીધા ઉભા રહેવું કે બે નમાઝી દરમિયાન જગ્યા ખાલી ન રહે, અને દરેકની પગની એડી આગળ પાછળ ન હોય. બલ્કે સીધી હોય.
     ઉપરોક્ત રીત જેને એકતાનું પ્રતિક કહેવામાં આવે છે કે દરેક નમાઝી અમીર, ગરીબ જાતપાત, ઉંચનીચ અને ભેદભાવ વગર અલ્લાહના દરબારમાં ઉભો રહે છે. પરંતુ ઘણા અફસોસની વાત છે કે આજે તેમાં પણ વધારે પડતી ગફલત જોવા મળે છે જેનો અસર બહારની જીંદગી પર એવો પડે છે કે લોકો એકતા છોડીને અનેકતામાં વહેંચાઈ ગયા છે. અને આ બિલકુલ સાચી વાત છે કે સફોમાં આ રીતની ગફલત બહારની જીંદગીમાં પણ અસર કરે છે. જેમ કે હદીષમાં આવે છે કે :
قَالَ رَسُولُ اللَّهِ ﷺ :‌‌‌‏ لَا تَخْتَلِفُوا فَتَخْتَلِفَ قُلُوبُكُمْ۔
(અબૂ દાઉદ : ૬૬૪)
તર્જુમો :- રસુલુલ્લાહ ‌‌‌‌‌‏ ﷺએ ફરમાવ્યું કે સફોમાં આગળ પાછળ ન થશો નહીંતર તમારા દિલ અલગ અલગ થઈ જશે.
એવી જ રીતે એક બીજી હદીષમાં આવે છે કે :
فَقَالَ رسول الله ﷺ : عِبَادَ اللهِ لَتُسَوُّنَّ صُفُوفَكُمْ، أَوْ لَيُخَالِفَنَّ اللهُ بَيْنَ وُجُوهِكُمْ۔
(મુસ્લિમ : ૯૭૯)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે હે અલ્લાહના બંદાઓ જરૂરી તોર પર સફોને સીધી રાખજો નહીંતર અલ્લાહ તઆલા તમારા ચહેરાઓને એકબીજાથી અલગ કરી દેશે.
    આવી ઘણી હદીષો આવી છે સફોને સીધી અને દુરુસ્ત ન રાખવામાં. તે જ માટે ઉલમાએ લખ્યું છે કે નમાઝમાં સફોને સીધી ન રાખવી મકરૂહે તહરીમી (હરામના નજદીક કૃત્ય) છે. ભલે નમાઝ તો થઈ જશે પરંતુ સુન્નતના વિરૂદ્ધ લેખાશે.
  તે માટે મસ્જીદના ઈમામોએ આ વાતનો ખ્યાલ રાખી નમાઝ પહેલા સફોમાં એક નજર નાંખી દુરુસ્ત કરાવવાની કોશીશ કરવી જોઈએ.
[જવાહિરે શરીયત : ૨ / ૨૧૧]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)