લોકોમાં આ વાત પણ ખૂબ જ જોવા મળે છે કે જ્યારે કોઈકના ઘરે મૃત્યુ થાય છે તો મય્યિતના કપડાં, ચપ્પલ વગેરેને કોઈ ગરીબને ખૈરાત કરી દેવામાં આવે છે. જ્યારે આ વસ્તુમાં શરઈ દ્રષ્ટિએ અમુક બાબતો જાણવા જેવી છે જે નીચે મુજબ છે.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે મૃત્યુ પામનાર જે કાંઈ પણ મિલકત છોડે છે તે બધી મિલકતમાં બધા જ વારીસોનો હક હોય છે. તે માટે વહેંચણી પહેલા કોઈ પણ વસ્તુની ખૈરાત કરવામાં ન આવે. અને જો મય્યિતના કપડાં, ચપ્પલ વગેરેને કોઈ ખૈરાત કરવી હોય તો બધા જ વારીસોની ઈજાઝત અને સહાનુભૂતિ જરૂરી છે. નહીંતર જાઈઝ નથી.
એવી જ રીતે જો વારીસોમાં કોઈ ના - બાલીગ વારીસ હોય તો વહેંચણી પહેલા ચાહે તેની ઈજાઝત અને સહાનુભૂતિ હોય કે ન હોય ખૈરાત કરવી દુરુસ્ત નથી. કેમ કે ના - બાલીગ વારીસની ઈજાઝત શરઈ દ્રષ્ટિએ માન્ય નથી.
તે માટે ખાસ કરીને વારસાના મસાઈલમાં ઉલમાની ખાસ હાજરીમાં તેને હલ કરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.
[અગ્લાતુ'લ અવામ : ૧૮૮]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59