☞ પ્રજનન :- જાનવરોમાં ગર્ભાધાનથી પ્રસવ સુધીની સંતતિ ઉત્પન્ન થવાની પ્રક્રિયા.
ઘણા લોકો પ્રજનનની કિંમતની લેવડ દેવડ વિષે શરઈ ઉપદેશથી વંચિત અને અજાણ છે. તે જ માટે કેટલાક લોકો કિંમત સાથે વ્યવહાર કરે છે.
શુદ્ધિકરણ :-
પ્રજનનની કિંમત લેવી અને દેવી બંન્ને ના જાઈઝ છે. હદીષ પાકમાં આ વિષે મનાઈ કરવામાં આવી છે.
عن ابن عمرؓ قال : نهی النبي ﷺ عن عسب الفحل
(بخاری)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ પ્રજનનની કિંમત લેવાની મનાઈ ફરમાવી છે.
તે માટે પૈસા સાથે વ્યવહાર કરવો જાઈઝ નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ.દેવબંદ & બિન્નોરી ટાઉન]
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59