સોશિયલ મીડિયા પર હાલ હદીષના નામે એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જે નિમ્ન મુજબ છે.
રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે નિમ્ન લિખિત સમયે દુવા માંગા કરો તે સમયે દુવા રદ્દ નથી થતી.
૧) જ્યારે તડકામાં વરસાદ પડે.
૨) જ્યારે અઝાન થતી હોય.
૩) સફર દરમિયાન.
૪) જુમ્માના દિવસે.
૫) મુસીબત વખતે.
૬) ફર્ઝ નમાઝો પછી.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલી વાત આ સમજી લ્યો કે ઉપરોક્ત ૬ વાતોમાંથી પહેલી બે છોડીને બાકીની ચાર વાતો અલગ અલગ હદીષથી સાબિત છે.
પરંતુ પહેલા નંબરની વાત હદીષથી સાબિત નથી. બલકે હદીષમાં માત્ર વરસાદ વખતે દુવા માંગવાનું કહ્યું છે ન કે તડકામાં વરસાદ વખતે. એવી જ રીતે નંબર બે માં અઝાન વખતે દુવા કબૂલ થવાનો સુબૂત નથી. બલ્કે અઝાન અને ઈકામત દરમિયાન દુવાની કબૂલાત સાબિત છે. અને તે અઝાન પછીનો વખત છે.
નોંધ :- ઉપરોક્ત પોસ્ટની ૬ વાતો અલગ અલગ હદીષની છે. એક સાથે એક હદીષમાં આવો કોઈ ઉલ્લેખ નથી.
તે માટે પહેલા બે નંબરમાં સુધારો કરી તેને બયાન તેમજ શેયર કરવામાં વાંધો નથી.
[શુદ્ધિકરણ કરનાર :- મૌલાના મુહમ્મદ અદનાન વકાર સિદ્દીકી]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59