લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ખાવું ખાધા પછી તરત પાણી પીવું સુન્નતના વિરૂદ્ધ છે.
શુદ્ધિકરણ :-
ખાવું ખાધા પહેલા, ખાવા દરમિયાન અથવા ખાધા પછી તરત પાણી પીવામાં શરઈ દ્રષ્ટિએ કોઈ વાંધો નથી, અને હદીષોમાં આ વિષે કોઈ મનાઈ પણ નથી. રસુલુલ્લાહ ﷺ નો આ વિષે કોઈ એક અમલ ન હતો બલ્કે જ્યારે જેવી જરૂરત હોય એ મુજબ પીતા હતા.
હાં ! હઝરત ઈબ્ને કય્યીમؒ એ પોતાની એક કિતાબમાં લખ્યું છે કે ખાધા પછી તરત પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જ્યારે કે બીજી કિતાબમાં તેઓ લખે છે કે જરૂરત પ્રમાણે પીવામાં વાંધો નથી.
તે માટે જરૂરત પ્રમાણે ગમે ત્યારે પાણી પીવામાં કોઈ જ વાંધો નથી. તેમજ ખાધા પછી પાણી પીવાને સુન્નતના વિરૂદ્ધ સમજવું પણ દુરુસ્ત નથી.
[ફતાવા બિન્નોરી & કિતાબુ'ન્ નવાઝીલ : ૧૬ / ૬૨]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
