મૃત્યુ વખતે વારંવાર કલિમો પઢાવવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વસ્તુ પણ ખૂબ જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુના નજદીક હોય તો ઘરવાળા તેની પાસે ટોળા થઈને વારંવાર કલિમો પઢાવે છે જો તેણે એક વખત પઢી લીધો હોય તો પણ જ્યાં સુધી મૃત્યુ ન થઈ જાય કલિમો પઢાવવાનું ચાલું જ રાખે છે.
શુદ્ધિકરણ :-
   બેશક હદીષમાં મૃત્યુના સમયે કલિમો પઢાવવાનું કહ્યું છે. જેનો તરીકો આ છે કે તેની પાસે એટલા જોરથી કલિમો પઢવામાં આવે કે તે વ્યક્તિ સાંભળીને કલિમો પઢી લે. અને આ અમલ મુસ્તહબ છે.
  પરંતુ એક વખત પઢી લીધા પછી જ્યાં સુધી તે કોઈ દુન્યવી વાત ન કરે ત્યાં સુધી બીજા વખત પઢાવવું ન જોઈએ. કેમ કે મૃત્યુ સુધી કલિમો જારી રહેવો જરૂરી નથી. અને તે વ્યક્તિને એવું પણ કહેવામાં ન આવે કે તમે કલિમો પઢો. કેમ કે તે વખતની પરિસ્થિતિ ઘણી નાજુક અને સખત હોય છે ક્યાંક ઈનકાર ન કરી બેસે.
   તે માટે જો તેણે એક વખત કલિમો પઢી લીધો હોય તો વારંવાર તેને તાકીદ ન કરવી જોઈએ.
[ફિક્હી ઝવાબિત : ૧ / ૧૦૩]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)