આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તેના માટે ૪૦ દિવસ સુધી ઘરની બહાર શાદી, મય્યિત તેમજ બીજા પ્રસંગો માટે બહાર નીકળવું દુરુસ્ત નથી.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ અને મનઘડત છે. બાળકને જન્મ આપનાર સ્ત્રી માટે જેવી રીતે બાળકને જન્મ આપતા પહેલા શરઈ દ્રષ્ટિએ જ્યાં જ્યાં જવાની ઈજાઝત છે જન્મ આપ્યાના ૪૦ દિવસમાં ત્યાં ત્યાં પણ જવાની ઈજાઝત છે. શરીયતમાં આ વિષે કોઈ રોકટોક નથી.
હાં તબીબી દ્રષ્ટિએ જો તેના સ્વાસ્થ્ય માટે કોઈ તબીબના કહેવાથી અથવા પોતે સાવચેતી માટે ન નિકળે તો કોઈ વાંધો નથી. પરંતુ શરઈ દ્રષ્ટિએ કોઈ રોકટોક નથી.
તે માટે એવી સ્ત્રી એવું સમજીને ન નિકળે કે શરઈ દ્રષ્ટિએ મનાઈ છે દુરુસ્ત નથી.
[ઑનલાઇન ફતાવા દેવબંદ]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59