ઈસ્લામી આર્ટિકલ્સ
─━━━━━━⊱✿⊰━━━━━━─
લોકોમાં આ વાત પણ ખૂબ જ જોવા મળે છે કે જુમ્માનો દિવસ આવતાં જ " જુમ્મા મુબારક " ના મેસેજ પાબંદીની સાથે ફરતા થઈ જાય છે. જ્યારે કે જુમ્મા મુબારક કહેવા વિષે નિમ્ન વાત પણ જાણી લેવી જોઈએ.
શુદ્ધિકરણ :-
જુમ્મા મુબારક કહેવું ન તો રસુલુલ્લાહ ﷺ થી સાબિત છે ના સહાબાથી સાબિત છે. (ફતાવા દા.ઉ. દેવબંદ)
પરંતુ મુબારક ના ભાવાર્થ તરફ નજર કરીએ તો તેને જરૂરી તથા તેનો રીવાજ બનાવ્યા વગર કોઈક કોઈક વખત જો કોઈને કહીએ તો ગુંજાઈશ નીકળી શકે છે. કેમકે મુબારક શબ્દ એક દુવા છે અને દુવા ગમે તેને ગમે ત્યારે આપી શકાય છે. પરંતુ તેને જરૂરી, તેમજ તેની પાબંદી તથા રીવાજ બનાવ્યા વગર કહેવામાં આવે. નહીંતર જાઈઝ નથી. (ફતાવા બિન્નોરી ટાઉન)
તે માટે દરેક જુમ્માના તેની પાબંદી કરવામાં ન આવે. અને જુમ્મા મુબારક કહેવાને જરૂરી સમજવામાં ન આવે. (અલ્લાહ તઆલા વધુ જાણકાર છે)
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59