અઝાન અને ઈકામત દરમિયાન એક દુવાની ફઝીલત વિષે હદીષનું શુદ્ધિકરણ

Ml Fayyaz Patel
0
     સોશિયલ મીડિયા પર હમણા એક દુવા અને તેની ફઝિલત પર આધારિત એક વિડિઓ તેમજ એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે નિમ્ન લેખિત પ્રમાણે છે.
☞ અઝાન અને ઈકામત દરમિયાન નિમ્ન દુવા ત્રણ વખત પઢવાથી અલ્લાહ તઆલા ચાર ( ૪ ) ઈનામો અર્પણ ફરમાવશે.
اللهم إنى أسئلك العفوَ والعافیةَ فی الدنیا والآخرۃ۔
અલ્લાહૂમ્મ ઈન્ની અસ્અલુક'લ્ અફ્વ વ'લ્ આફિયહ્
તર્જુમો :- હે અલ્લાહ તઆલા ! હું તમારાથી દુનિયા અને આખિરતમાં ગુનાહોથી માફી અને સલામતી તલબ કરું છું.
❍ ફઝાઈલ :-
✰ ૧) ખતરનાક બિમારીથી હિફાઝત.
✰ ૨) એકાંતના ગુનાહોથી હિફાઝત.
✰ ૩) દુનિયાના જાલીમોથી હિફાઝત.
✰ ૪) વગર મહેનતે આસાન રોઝી.
શુદ્ધિકરણ :-
     આ વાત તો હદીષમાં આવે છે કે અઝાન અને ઈકામત દરમિયાન દુવા રદ્દ નથી થતી.
قَالَ رَسُولُ اللَّهِ ﷺ :‌‌‌‏ الدُّعَاءُ لَا يُرَدُّ بَيْنَ الْأَذَانِ وَالْإِقَامَةِ ۔
(ترمذی / ۲۱۲)
     પરંતુ દુવાની સાથે જે ફઝિલતો બયાન કરવામાં આવે છે તે કોઈ પણ હદીષથી સાબિત નથી. હાં તે ઉલમાના મંતવ્યો હોય શકે છે.
     તે માટે ફઝિલતો રસુલુલ્લાહ ﷺ થી સાબિત સમજવી તેમજ તેમની તરફ નિસ્બત કરી બયાન કરવી દુરુસ્ત નથી. હાં દુવા પઢવામાં વાંધો નથી.
[તન્બિહાત : ૨૮૭]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)