આ વાત પણ લોકોમાં ખૂબ પ્રચલિત છે કે જે ઘરમાં ગર્ભવતી મહિલા હોય છે તે ઘરના મોટી ઉમરના વડીલો તેમને રાત્રે ઘરની બહાર નીકળવાની મનાઈ કરે છે. અને તેને અપશુકન માનવામાં આવે છે. અને ગુરૂવારે તો આખો દિવસ નીકળવાની મનાઈ કરે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ, મનઘડત અને અંધશ્રદ્ધા પર આધારિત છે. બલ્કે શરીયત તરફથી કોઈ પણ મહિલાને કોઈ પણ દિવસે તથા કોઈ પણ વખતે જરૂરત પ્રમાણે બહાર નીકળવાની શરઈ પરદા સાથે ઈજાઝત છે.
તે માટે આવી અંધશ્રદ્ધાઓ થી બચવું જોઈએ અને શરઈ હુકમોને જાણીને તેનું પાલન કરવું જોઈએ.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૪૯]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59