સોશિયલ મીડિયા પર મજાકને પાત્ર દીની પોસ્ટ શેયર કરવા વિષે

Ml Fayyaz Patel
0
     રમઝાનુ'લ મુબારકનો મહિનો શરૂ થતાં સોશિયલ મીડિયા પર તરાવીહની મજાકને પાત્ર તથા બીજી ઈબાદતોની મજાક ઉડાવતા વિડિઓ અને દીની મસાઈલને લગતા જોક્સ વગેરેના મેસેજ લોકો કંઈક વિચાર્યા વગર એક બીજાને શેયર કરવા માંડે છે. અને અફસોસની વાત તો આ છે કે આવા મેસેજને શરીયતના હુકમોનું અપમાન પણ નથી સમજતા.
શુદ્ધિકરણ :-
     આ વાત યાદ રાખવી જોઈએ કે મજાકને પાત્ર દીની પોસ્ટ મજાકના હેતુસર શેયર કરવી દીનની મજાક ઉડાવવા સમાન છે. તે માટે શેયર કરનાર પર તે જ હુકમ લાગુ પડશે જે દીનની મજાક ઉડાવનાર પર લાગુ પડે છે. અને દીનની મજાક ઉડાવનારનો હુકમ નિમ્ન લિખિત છે.
શરીયતના હુક્મોની મજાક ઉડાવવી કુફ્ર છે. (અ'લ ફતાવા અ'લ હિંદીય્યહ્ : ૨ / ૨૮૧)
જે વ્યક્તિ અલ્લાહ તઆલા માટે એવા શબ્દો બોલે જે તેની માન મર્યાદાની વિરૂદ્ધ હોય અથવા અલ્લાહ તઆલાના નામોમાથી કોઈ નામ અથવા આદેશોમાંથી કોઈ આદેશની મજાક ઉડાવે તો તે ઈમાનથી હાથ ધોઈ બેસે છે. (ફતાવા આલમગીરી : ૨ / ૨૬૭)
     તે માટે મજાકને પાત્ર દીની પોસ્ટ્સથી બચવું જોઈએ.
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)