દાઢીની મજાક ઉડાવવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વસ્તુ પણ લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની દાઢી દેખાવમાં સારી ન લાગતી હોય તો લોકો તેની મજાક ઉડાવે છે. અને અપ શબ્દો બોલે છે. દા.ત. " તારી દાઢી બકરાની દાઢી જેવી લાગે છે. " અથવા " શેખ ચીલ્લી જેવી દાઢી છે. " વગેરે.
શુદ્ધિકરણ :-
     દાઢીને સુન્નત જાણવા છતાં દાઢીની મજાક ઉડાવવી વાસ્તવમાં સુન્નતની મજાક ઉડાવવાને પાત્ર છે. જે કુફ્ર સુધી પહોંચાડવા વાળો અમલ છે.
જે વ્યક્તિ શરિયત તથા જરૂરી મસાઈલની તવહીન કરે તે કાફીર છે. (શર્હે અકબર)
    તે માટે મજાક ઉડાવનારને સાવચેતી રૂપે તૌબા અને ફરીથી નિકાહ પઢવાનો હુકમ દેવામાં આવશે.
     આપણે સુન્નતો તેમજ શરઈ મસાઈલ પ્રત્યે જે કાંઈ આમ તેમ બોલીએ છીએ તે પહેલાં ૧૦૦ વખત વિચારવું જોઈએ કે હું શું બોલી રહ્યો છું. કેમકે આપણા અમુક બોલ આપણને કુફ્ર સુધી પહોંચાડી દે છે અને આપણને ખબર પણ નથી હોતી.
[કિતાબુ'ન્ નવાઝિલ : ૧ / ૪૨૭]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)