લોકોમાં આ વાત પણ ખૂબ પ્રચલિત છે કે પેદા થતી વખતે જે બાળકના પહેલા પગ બહાર આવે તે બાળકના પગ વડે જો કોઈ એવા વ્યક્તિને સ્પર્શ કરવામાં આવે જેને શરીરના અમુક અવયવોમાં દુખાવો રહેતો હોય. ખાસ કરીને કમળનો દુખાવો હોય તો તે વ્યક્તિને બિલકુલ દુખાવાથી મુક્તિ મળી જાય છે. અને તંદુરસ્ત થઈ જાય છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ અને મનઘડત છે અને આવી અંધશ્રદ્ધા રાખવી દુરુસ્ત નથી. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
“ (હે નબીજી) તમે સંદેશો આપી દ્યો કે અમોને જે કંઈ ( મુસીબત અને બિમારી) પહોંચે છે તે બધી તે જ હોય છે જે અલ્લાહ તઆલાએ પહેલેથી અમારી તકદીરમાં અમારા માટે લખેલી છે. તે જ અમારી દેખરેખ રાખવાવાળો છે. અને મુસલમાનો એ અલ્લાહ પર જ ભરોસો રાખવો જોઈએ.”
★ રૂહુ'લ્ મઆનીમાં લખ્યું છે કે :
જો કોઈએ એવો અકીદો રાખ્યો કે અલ્લાહના સિવાયથી પણ નફો - નુકસાન પહોંચી શકે છે તો તેણે ખુલ્લી રીતે શીર્ક જોવો મોટો ગુન્હો કર્યો. ( કે જેની કોઈ માફી જ નથી તૌબા સિવાય).
તેથી ઉપરોક્ત વાતનો અકીદો રાખવો જાઈઝ નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૯ / ૫૦]
------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59