રસુલુલ્લાહ ﷺ તરફથી હઝરત અલીؓ ને સૂતી વખતે પાંચ નસીહત કરવા વિષે

Ml Fayyaz Patel
0
     સોશિયલ મીડિયા પર હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ એ હઝરત અલીؓ ને ફરમાવ્યું કે સૂતી વખતે આ પાંચ કામ કરો ઼:
૧)☞ ૪ વખત સુરએ ફાતિહા પઢવી સવાબમાં ૪ હજાર દિનાર સદકહ્ કરવા સમાન છે.
૨)☞ ત્રણ વખત સુરએ ઈખલાસ પઢવી સવાબમાં એક કુર્આન પુર્ણ કરવા સમાન છે.
૩)☞ ત્રણ વખત દુરૂદ શરીફ પઢવું સવાબમાં જન્નતની કિંમત ચુકવવા સમાન છે.
૪)☞ દસ વખત ઈસ્તિગ્ફાર પઢવું સવાબમાં બે ઝગડતા વ્યક્તિ દરમિયાન ભાઈચારો કરાવવા સમાન છે.
૫)☞ ૪ વખત ત્રીજો કલિમો પઢવો સવાબમાં એક હજ કરવા સમાન છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત હદીષના નામે પ્રચલિત વાત હદીષની ભરોસાપાત્ર કિતાબોમાં સનદ સાથે ઘણી તલાશ કરવા છતાં પણ નથી મળતી.
    અને જ્યાં સુધી રસુલુલ્લાહ ﷺ ની તરફ સંબોધીત ઉપરોક્ત વાત સનદ સાથે ન મળે તેને બયાન કરવું, શેયર કરવું તેમજ તેને સાચું સમજવું વાસ્તવમાં રસુલુલ્લાહ તરફ જુઠી વાત સંબોધીત કરવા સમાન છે. જેની સજા હદીષમાં બતાવ્યા મુજબ જહન્નમ છે.
    તે માટે સોશિયલ મીડિયા પર ફરતી દરેક આવી વાતોથી સાવચેત રહેવું જોઈએ.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૯૫]
-------------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)