આજે આપણે વાત - વાતમાં કોઈ શરઈ કારણ વગર એક બીજાને કાફીર કહી દઈએ છીએ. અને આ વસ્તુની આપણને કોઈ પરવા પણ નથી હોતી.
શુદ્ધિકરણ :-
કોઈ પણ મુસલમાનને કોઈ શરઈ કારણ વગર કાફીર કહેવું ના જાઈઝ અને સખ્ત ગુન્હો છે. હદીષમાં આવે છે કે :
“ હુઝૂર ﷺ ફરમાવે છે કે જે વ્યક્તિએ પોતાના (મુસ્લિમ) ભાઈને કહ્યું કે " હે કાફીર " તો આ વાત બંન્નેમાં થી એકને લાગુ પડશે. જો કહેનારે દુરુસ્ત કહ્યું તો ઠીક છે. નહીંતર તે વાત તેને જ લાગુ પડશે. ”
(મુસ્લિમ શરીફ : ૧ / ૫૭)
તે માટે શરઈ કારણ વગર આવા શબ્દોનો ઉચ્ચાર કરવામાં ખૂબ સાવચેત રહેવું જોઈએ.
[કિતાબુ'ન્ નવાઝિલ : ૧ / ૪૪૧]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59