મુસીબત આવવા પર કાળો બકરો અથવા કાળો મરઘો ઝબહ કરવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે જે કોઈના પર મુસીબત આવે અને તે કાળો બકરો અથવા કાળો મરઘો ઝબહ કરે તો તેને મુસીબતથી છુટકારો મળે છે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાત અહીંયા સુધી તો દુરુસ્ત છે કે સદકહ્ મુસીબત અને બલાઓને દૂર કરે છે. જેમ કે હદીષમાં આવે છે કે :
     “ સદકહ્ અલ્લાહના ગુસ્સાને ખતમ કરે છે અને ખરાબ મોતને દૂર કરે છે ” (તીરમીઝી)
એક બીજી હદીષમાં છે :
     “ સદકહ્ આપવામાં જલ્દી કરો. કેમકે મુસીબત અને બલા તેની આગળ નથી પહોંચી શકતી ” (રઝીન)
     પરંતુ તેના માટે કાળો બકરો અથવા કાળો મરઘો હોવો જરૂરી નથી. બલ્કે દરેક તે વસ્તુ જે અલ્લાહને ખૂશ કરવા માટે તેના રસ્તામાં આપવામાં આવે તેને સદકહ્ કહેવાય છે.
     તે માટે સદકહ્ ને કોઈ વસ્તુ સાથે ખાસ કરવું શરઈ દ્વષ્ટિએ દુરુસ્ત નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૪૨]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)